________________
શૂદ્રના અધિકાર ને સમજી શકાય એવી હતી. વેદગ્રન્થ મોઢે ગોખીને સાચવી રખાતા. એમાં અક્ષરે અક્ષરનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. એ વેદોને તે કાળના બ્રાહ્મણએ પેઢીઉતાર. અતિશય પરિશ્રમપૂર્વક, જાણે અતિશય કીમતી વસ્તુ હોય એટલી કાળજીથી, સાચવી રાખ્યા; તેથી જ આજે તે અણીશુદ્ધ રૂપમાં મળે છે. એ સંપત્તિનું જતન કરવાના ઉદ્દેશથી તેમણે શકોને તેના અધ્યયનનો અધિકાર ન આપ્યો, તે એ સમયના સંજોગો જોતાં જરૂરી હશે. અને એની પાછળ શદ્રો પ્રત્યેની ઘણું જ કામ કરતી હશે એમ ન કહી શકાય. પણ એ નિષેધ વેદકાળમાં એવો કડક ને નિરપવાદ નહોતો જેવો પાછળની સ્મૃતિગ્રન્થાએ એને બનાવ્યો છે.૧૪ આમ બતાવનારા કેટલાયે દાખલા મોજૂદ છે. છાંદોગ્ય ઉપનિષદમાં જાનકૃતિ પૌત્રાયણ અને રૅકવની વાત છે. તેમાં જાનશ્રુતિ શુદ્ધ હોવા છતાં રિકવ તેને સંવર્ગવિદ્યા (જે વેદવિદ્યાનો જ એક ભાગ છે) શીખવે છે; ને પોતે બ્રાહ્મણ છતાં જાનવ્રુતિની દીકરીને પરણે છે.૧૫ દાસીપુત્ર સત્યકામ જાબાલની વાત જાણીતી છે. ૧૬ તેને સત્યવક્તા જોઈ એટલા પરથી જ ગુરુ એને બ્રાહ્મણ તરીકે સ્વીકારે છે. ઐતરેય આરણ્યક અને ઉપનિષદના રચનાર મહીદાસ ઐતરેય ઈતરા નામની ચૂક માના પુત્ર હતા, એમ સાયણ નોંધે છે.૧૭ બ્રહ્મવાદી કવશ લૂષ દાસીપુત્ર હતો.૧૮ કણ્વ ઋષિના બે પુત્રે મેધાતિથિ અને વત્સ લડી પડ્યા. “તું શદ્ર માને પુત્ર છે,” એમ કહી મેધાતિથિએ વત્સનું અપમાન કર્યું. વત્સ મેધાતિથિની પેઠે જ અગ્નિ પર ચાલી બતાવીને પોતાના શુદ્ધ જાતિસંસ્કારની ખાતરી કરાવી. આ કથા તાંડ્યમહા બ્રાહ્મણમાં છે.૧દ આ પરથી દેખાય છે કે મોટા મોટા પ્રખ્યાત ઋષિઓ શક સ્ત્રીઓ જોડે પરણતા, ને તેમના પુત્ર ઋષિપદ પામી શકતા. “મહામુનિ વસિષ ગણિકાના પુત્ર હતા. તપથી તે બ્રાહ્મણ થયા; તેમાં કારણ તેમના સંસ્કાર હતા. વ્યાસ માછણના, ને પરાશર શ્વપાકીના પુત્ર હતા. એમ બીજા પણ ઘણાં, જે અગાઉ અદ્વિજ હતા, તે વિપ્રત્વને પામ્યા છે. ૨૦
તે જ પ્રમાણે આવા ઋષિઓ સાથે લગ્ન કરનારી, ઊતરતા વર્ણની, સ્ત્રીઓ પણ ઊંચા વર્ણની ગણાતી થયેલી. અક્ષમાલા નામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com