________________
મદિર પ્રવેશ અને શા બીજી કલમમાં જણાવેલી અસ્પૃશ્યતા કોઈ પણ આખા વર્ગને કે આખી કામને લાગુ ન પડી શકે, એ દેખીતું છે. દરેક કોમના અમુક માણસને તે લાગુ પડી શકે. અસ્પૃશ્ય કહેવાતા લોકોની અસ્પૃશ્યતા બીજી કલમમાં જણાવેલી પતિત દશાને કારણે નથી; તેમ જ તેઓ એવાં પતિત માબાપના, વશ જે છે એમ પણ બતાવી શકાય એમ નથી. બીજી કલમમાં બતાવેલાં મહાપાતક કરનાર માણસે યોગ્ય પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કરીને સાવ શુદ્ધ થાય. છે. એવી રીતે શુદ્ધ ન થયા હોય તેવા પતિત માણસની સંતતિને અસ્પૃશ્ય ગણી શકાય નહીં. કેટલાક સ્મૃતિ કાર, જે એવી સંતતિને અસ્પૃશ્ય ગણે છે, તેઓ એ સંતતિને પાછી શુદ્ધ કરી લેવા માટે બહુ હળ પ્રાયશ્ચિત્તવિધિ બતાવે છે. અને જે માણસો અમુક હીન કમેને લીધે અસ્પૃશ્ય બન્યા હોય તેઓ એ કર્મે છેડી દે એટલે તેમની અસ્પૃશ્યતા દૂર થઈ જાય છે. - ત્રીજા પ્રકારની અસ્પૃશ્યતા — અથત અમુક તાત્કાલિક કારણને લીધે આવતી આભડછેટ – તે અસ્પૃશ્ય ગણાતા તેમ જ ન ગણાતા સર્વ વર્ગોમાં દેવામાં આવે છે. ચમાર, ભંગી અને બીજેઓને તેમના ધંધાને કારણે કાયમના. અસ્પૃશ્ય ગણવા માટે શાસ્ત્રને કશે જ આધાર નથી. તેમના કામને લીધે જે બાહ્ય અસ્વચ્છતા પેદા થાય છે તેને લીધે તેઓ અસ્પૃશ્ય ગણાય છે. માણસ એ કામ ર્યા પછી નહાય તે સ્વચ્છ કપડાં પહેરે, એટલે ત્રીજી કલમમાં જણાવેલી અસ્પૃશ્યતા તે દૂર થાય છે.
આ પરથી એટલું તો ફલિત થાય છે કે જેમને અસ્પૃશ્ય કહેવામાં આવે છે તેમને ચાતુર્વર્યને મળતા સર્વ અધિકાર– દા. ત. મંદિરે તથા શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ, જાહેર કુવા, ઘાટ, તળાવ, નદી વગેરેને વાપર, ૧. ના અધિકાર મળવા જોઈએ; અને તેમને આવા સાર્વજનિક અધિકારથી વંચિત રાખવા એ અયોગ્ય છે. આ વસ્તુ ધર્મશાસ્ત્રોનાં વચન તેમના મૂળ સિદ્ધાંતે, તથા તેમની અંતર્ગત ભાવના, એ સર્વને આધારે સિદ્ધ થઈ શકે એવી છે.
આ અભિપ્રાય ઉપર આચાયૅશ્રી આનંદશંકર ધ્રુવ, બાબુ ભગવાનદાસ, સ્વામી કેવલાનંદ (પૂર્વાશ્રમના શ્રી. નારાયણશાસ્ત્રી માટે), શ્રી. લક્ષ્મણશાસ્ત્રી જેશી, શ્રી. ઈન્દિરારમણ શાસ્ત્રી, શ્રી. કેશવ લક્ષ્મણ દફતરી, તથા શ્રી. પુ. હ. પુરંદરની સહીઓ હતી.
આ ઉપરાંત મન્દિર પ્રવેશનું સમર્થન કરનારા અભિપ્રાય મહામહોપાધ્યાય પ્રમથનાથ તર્લભૂષણ, મહામહોપાધ્યાય શ્રીધર--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com