________________
૧૨
મરિવેશ અને શા મેં તે વખતે ૧૯૭૧નો બંગાળને વસ્તીપત્રકનો રિપોર્ટ ઉઘાડો હતા, ને તેમાંથી જે હકીકત મળી તે એ વખતે પ્રસિદ્ધ કરી હતી. તે અહીં પણ આપવા જેવી છે. - ૧૯૩૩ના જાન્યુઆરીમાં સરકારે જે યાદી પ્રસિદ્ધ કરી તેની સામે વિરોધ થયો. એટલે સરકારે કરી તપાસ કરી, લેકોની અરજીઓ સાંભળી, કણ એમાંથી નીકળી જવા માગે છે ને કે એમાં દાખલ થવા માગે છે તેની અમલદારો પાસે ભાળ કઢાવી, અને નવી યાદી બનાવી. જૂની યાદીમાંથી નીચેની ૧૪ જાને બાતલ કરવામાં આવી :
. અસુર, દાલુ, બિરડેર, દમાઈ કાલુતેલી, કલવર, કપાળ, કીચક, કુરાઈઅર, નાથા, નાગર (!), પુંડરી, રાજુ, શાગિર્દપેશા.
અને નીચેની પાંચ જાતે ઉમેરવામાં આવી? કાશ્યા, પરા, જુનિયા, રાજબંસી, સૂત્રધાર
આ બધી જાતે કંઈ અસ્પૃશ્ય નથી. એમાંની કેટલીકને તે કોઈએ ક્યારેય અસ્પૃશ્ય ગણું નથી. પણ સરકારે જ કહ્યું છે કે
આ યાદી એકલા અસ્પૃશ્યની નથી; “જે જે જાતિઓ સામાજિક અને રાજકીય બાબતોમાં પછાત છે, અને જેમને રાજકાજમાં ખાસ પ્રતિનિધિત્વ આપવાની જરૂર લાગે છે, તેમને આ યાદીમાં મૂકી છે.” અને છતાં આપણને આંખ મીંચીને જવાબ દેવામાં આવે છે કે અસ્પૃશ્ય કેણુ એ જોવું છે તે વસ્તીપત્રકમાં જુઓ!”
બંગાળ ૧૯૩૧નો વસ્તીપત્રકને રિપોર્ટ જે અંગ્રેજ અમલદારે લખ્યું છે તેણે દલિત વર્ગ ની યાદીમાં કોને મૂકી શકાય એની વ્યાખ્યા ઠરાવવા ઘણે પ્રયતન કરીને, એની વ્યાખ્યા થઈ શકે એવી છે જ નહીં એમ કહી એ પ્રયત્ન છોડી દીધો છે. એટલું જાણ્યા પછી એવી યાદી આપવાનું જ છોડી દેવું જોઈતું હતું પણ સરકારને તો હિંદુસ્તાનમાં દલિત લેકેની સંખ્યા કેટલી વિશાળ છે એ જ જાણે બતાવવું હતું. એટલે પેલા અમલદારે મનસ્વીપણે ગમે તે જ તેને એ યાદીમાં ગોઠવી દીધી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com