________________
રાજ્યકર્તાને ફાળો
અસ્પૃશ્ય કેણુ એનું પ્રમાણ મનુસ્મૃતિમાં નથી મળતું. અથવા સરકારના વસ્તીપત્રક મનુસ્મૃતિ છે. તમે તો નિશ્ચય કર્યો છે કે અસ્પૃશ્ય તે જીવતવગત અસ્પૃશ્ય રહેવાના, એમાં ફેર ન જ થાય. પણું વસ્તીપત્રકો કહે છે જ ફેર થાય. દર દસ વરસે જ્યારે વસ્તીપત્રક થાય છે ત્યારે કેટલાયે લોકે. અસ્પૃશ્ય મટે છે ને બીજા કેટલાયે અસ્પૃશ્ય થાય છે. આ આધુનિક અસ્પૃશ્યતા!”- ગાંધીજી (હરિજનબંધુ, ૮-૩૪)
અસ્પૃશ્ય કેણ ગણાય એની વ્યાખ્યા પૂછવામાં આવે છે, ત્યારે જવાબ મળે છે કે “એ તો સરકારનાં વસ્તીપત્રકોમાં આપેલું છે. તેમાં જેમનાં નામ આપ્યાં હોય તે અસ્પૃશ્ય.’ આ જવાબ તે જવાબ જ નથી, એ સરકારી વસ્તીપત્રક સહેજ પણ ઝીણવટથી તપાસનાર જોઈ શકે એમ છે.
૧૯૩૫ના જાન્યુઆરીમાં બંગાળની સરકારે બંગાળના “પરિશિષ્ટ વર્ગો’ની એક યાદી બહાર પાડી હતી. પહેલાં આ વર્ગોને સરકાર
દલિત વર્ગો' (ડિપ્રેસ્ડ કલાસીસ) એ નામથી ઓળખતી હતી. એ નામ પણ સરકારે જ પાડેલું હતું. પણ એ વર્ગના લોકોને તે અળખામણું લાગતું હતું, એટલે સરકારે એ ફેરવીને “પરિશિષ્ટ વર્ગો” (શેડયુલ્ડ ક્લાસીસ) એ નવું નામ પાડયું. ૧૯૩૩માં બંગાળ સરકારે આ વર્ગોની યાદી પ્રસિદ્ધ કરેલી, તેમાં ૮૭ જાતેનાં નામ પ્રસિદ્ધ થયેલાં, ને સરકાર એટલી બધી જાતને દલિત ગણે છે એ સામે બંગાળનાં છાપાંઓએ તે જ વખતે શેર મચાવી મૂકેલો. તે પરથી સરકારે એક નવી યાદી બહાર પડી. આ નવી યાદીમાં ૭૮. જાત હતી. ૮૭ની ૮ જાતે કેમ થઈ ગઈ, એની તપાસ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com