________________
અદ્ધિ ધર્મ અને સંધ
રહે “રાજા–ચાર વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં માણસ પાપકર્મ કરે તે તેની દુર્ગતિ થાય.
“કા – ચાર વર્ણમાંથી કોઈ પણ માણસ પ્રાણઘાત વગેરે પાપથી વિરત થાય, તે તે સ્વર્ગે જાય કે નહીં?
રાજા – સ્વર્ગે જાય એમ હું માનું છું.”
બુદ્ધ એક પ્રસંગે કહેલું: “વારંવાર ગુસ્સે થનાર, બીજા પર વેર લેનાર, પાપથી લેપાયેલા, અને નાસ્તિક દૃષ્ટિવાળો માણસ ચાંડાલે છે. જે પ્રાણુને વાત કરે છે, જેના અંતરમાં દયા વસતી નથી, જે લૂંટફાટ અને ચેરી કરે છે તે ચાંડાલ છે. જે બીજાનું ઋણ લઈ તે પાછું માગતાં નાસી જાય છે કે આવું બોલે છે તે ચાંડાલ છે. જે પિતા માટે, પારકા માટે કે પૈસા માટે ખાટી સાક્ષી પૂરે છે તે ચાંડાલ છે. જે પરસ્ત્રીગમન કરે છે, વૃદ્ધ માતપિતાની સેવાચાકરી કરતો નથી, માબાપ ભાઈબહેન વગેરે સગાંને ગાળો દે છે કે મારે છે તે ચાંડાલ છે. જે પોતે કરેલાં પાપકર્મ છુપાવવાનો પ્રયત્ન કરે છે તે ચાંડાલ છે."
બુદ્ધના ભિક્ષુસંધમાં તમામ જાતિના માણસને પ્રવેશ અપાતા: ઉપાલિ નામનો એક હજામ હતું, તે છ શાક્યકુમાર જોડે બુદ્ધ પાસે ઉપસંપદા લેવા ગયો હતો. શાકયકુમારોએ કહ્યું : “ભગવન, અમે શાક્ય લેક ઘણા અભિમાની છીએ. તેથી આપ અમારા આ ઉપવા હજામને પહેલી ઉપસંપદા આપો. એટલે એને નમસ્કાર કરવાની અને એની સેવા કરવાની ફરજ પડવાથી અમારું શાકુલાભિમાન શમી જશે.” ખુજજુત્તારા નામની બહુશ્રુત ઉપાસિકા દાસીની દીકરી હતી. સોપાક નામનો ભિક્ષુ શ્વપાક કુળમાં જન્મ્યો હતો, અને તે બૌદ્ધ ભિક્ષ થયા પછી અહસ્પદ સુધી ચડે હતે. સુનીત નમન ભિક્ષનો જન્મ ભંગીકુળમાં થયો હતો. તેની આત્મકથા શેરગાથાના બારમાં નિપાતમાં આપેલી છે. તે કહે છે:
* “નીચ કુળમાં જન્મ્યો હતો, અને ગરીબ હતો. મને ખાવાપીવાની તાણ પડતી. મારો ધંધે હલકે હતો. હું ભંગી હતી. લોકો મારાથી કંટાળતા, મારો તિરસ્કાર કરતા ને નિન્દા કરતા. તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com