________________
૨૩
બદ્ધ ધર્મ અને સંઘ બુદ્ધના ઉપદેશને આખો ઝોક ગુણ અને કર્મ અનુસાર જ જાતિ માનવા તરફ હતો. તેમણે કહેલુંઃ (માણસ) જન્મથી બ્રાહ્મણ થતો નથી કે જન્મથી અબ્રાહ્મણ થતો નથી; કર્મથી બ્રાહ્મણ થાય છે અને કર્મથી અબ્રાહ્મણ થાય છે. ચારે વર્ણને મોક્ષ મળી શકે છે એમ તેઓ કહેતા. એ વિષેનો એમને એક સંવાદ છે. તેમાં તેમણે બતાવ્યું છે કે વર્ણ શીલ પરથી નક્કી કરી શકાય. તેઓ
કહે આશ્વલાયન, કેઈ મૂર્ધાભિષિક્ત રાજા સર્વ જાતિઓના સો પુરુષોને ભેગા કરે; તેમાંથી ક્ષત્રિય, બ્રાહ્મણ, અને રાજકુળમાં જન્મેલાને કહેઃ “અરે, જરા આવે છે. શાલ અથવા ચંદન વૃક્ષ જેવાં ઉત્તમ વૃક્ષોની ઉત્તરારણું લઈને દેવતા સળગાવો.” પછી ચાંડાલ, નિષાદ વગેરે હીન કુળમાં જન્મેલાને કહેઃ “કૂતરાને ખાવાનું નાખવાની દેણુમાં, ડુક્કરને ખાવાનું નાખવાની દેણીમાં, એરંડાની ઉત્તરાર લઈને દેવતા સળગા.” હે આશ્વલાયન, બ્રાહમણાદિ ઉચ્ચ વર્ણના માણસે ઉત્તમ અરણથી સળગાવેલા અગ્નિ જ તેજસ્વી ને ઝગઝગાટ થશે, અને ચાંડાલાદિ હીન વર્ણના માણસે એરંડાદિની અરણીથી સળગાવેલે અગ્નિ તેજસ્વી ને ઝગઝગાટ નહીં થાય, અને તેનાથી અગ્નિકાર્યો નહીં થાય, એમ તને લાગે છે ખરું?’ (આશ્વાલયને ના કહી.)
બીજે એક પ્રસંગે તેમણે કહેલું: “હે બ્રાહ્મણ, આર્ય શ્રેષ્ઠ ધર્મ એ જ સહુનું પોતીકું ધન છે એમ હું કહું છું. ક્ષત્રિય, બ્રાહ્મણ વસ્થ અને શદ્ર એ ચાર કુળમાં જન્મેલા માણસને અનુક્રમે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ધ કહે છે. પણ આ ચારે કુળમાં જન્મેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com