________________
૨૮૮ મદિર અને આરો અજુન ચંડાળ આદિ જૈન સંતની કથાઓ જેને સાહિત્યમાં પ્રસિદ્ધ છે. દેવદત્તા સ્થાને સુદર્શન મુનિએ ઉદ્ધાર કરેલ. સાંવી આયિકાના સંસર્ગથી વત્સિની નામની બણે ધર્મારાધના કરેલી. ચાંદનપુરી (જયપુર રાજ્ય)ને એક ચમાર મહાવીર સ્વામીને અનન્ય ભક્ત હતા. આજે પણ ચાંદનપુરમાં વાર્ષિક રથયાત્રાને પ્રસંગે એ ચમારના વંશજો જ સૌથી પહેલા વરરથ ખેંચે છે.
અસ્પૃશ્યતા, અને મન્દિર પ્રવેશ નિષેધ, જૈન ધર્મની વિશાળ ભાવના સાથે મેળ ખાય એવાં છે ખરાં? પણ, એક જન વિદ્વાને મારા પર એક કાગળમાં લખ્યું છે તેમ, “વ્યવહારમાં જ વૈદિકના પ્રભાવમાં આવી પોતાની મૂળ માન્યતા છોડી બેઠા છે. અસ્પૃશ્યતાની બાબતમાં જેને વૈદિકાથી પરાજિત જ થયા છે.” જેનો જ નહીં, ખ્રિસ્તીઓ સુધ્ધાંને, એ પાશ લાગ્યો છે. નહીં તે ખ્રિસ્તીઓમાં તે વળી “હરિજન ખ્રિસ્તી” હેય? પણ દુર્ભાગ્યે દક્ષિણ ભારતમાં એવો એક વર્ગ છે. તેથી જ ગાંધીજીએ દર્દભરી વાણીમાં લખેલું કે “અસ્પૃશ્યતાનો આ ઝેરી કીડો એની આંકેલી મર્યાદા વટાવીને કેટલોયે આગળ વધી ગયો છે, અને આખા રાષ્ટ્રનાં મૂળિયાંને ચૂસી રહ્યો છે.૮
જૈન મંદિરમાં પળાતી અસ્પૃશ્યતાને અંગે થયેલો એક અંગત : અનુભવ અહીં આપવા જેવો છે. ૧૯૩૧માં એક અમેરિકન મિત્રને હું અમદાવાદના એક પ્રસિદ્ધ જિન મંદિરની કારીગરી બતાવવા લઈ ગયો હતો, મંદિરના ગર્ભગૃહ આગળના મંડપ પાસે જઈને અમે
ભી ગયા. ત્યાંથી પરવાનગી વિના આગળ વધવાને અમારે ઈરાદે ન હતું. એટલામાં તે પૂજારી આગળ આવી મારા મિત્રને કહેવા લાગ્યો : “આવો, અહીં આવો, સાહેબ.” મેં પૂછયું : “સાહેબ એટલે સુધી આવી શકે?” તે કહેઃ “હા, એમને અહીં આવવાને વાંધો છે જ નહીં. અહીં તે નીચ વરણને આવવાને વાંધો.” જૈન મંદિરમાં અસ્પૃશ્યતા પળાતી હશે એને મને ખ્યાલ નહોતો. પણ પૂજારીએ જે શબ્દો કહ્યા એ સાંભળવાની તૈયારી તે મેં નહીં જ રાખેલી. મારા મિત્રે મને પૂછયું : “એ શું કહે છે?” મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com