________________
ર૭૪
મરિવેશ અને શાસ્ત્ર દયારામે ગાયું છે: “ભક્તિ તારે ચાંડાળને, જેમાં કેઈ ને શુભ આચરણ, શું પછી કહેવું તેહનું? ઉદ્ધારે અધમ અન્ય વર્ણ.' વળી કહ્યું છે: “તે હરિજનના દાસના દાસને દાસ પ્રભુ ! મને કરજો રે, દયો ભણે તેના ચરણની રજ મારા શિર પર સદા કરજો રે!... "
હિંદના બીજા ભાગની પેઠે ગુજરાતમાં પણ જુદી જુદી જાતના ભક્તો અનેક થઈ ગયા છે, એ જાણીતી વાત છે. લીંબડીને ઈસર બારોટ, બારસદનો ધારાળો વસ્તો ડોડિયા, ખંભાતનો હરિદાસ વાળંદ, વસ્ત્ર વણનાર બંધારા માંકણુ અને કાશીસુત, શેધજી, સુરતના કાયસ્થ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મૂળજીનાં નામ પ્રાચીન ભક્તકવિઓની યાદીમાં આવે છે.૩૦ ડુંગર નામના એક ભક્તકવિ બારોટ હતા. દેશળ ભક્ત ભાવનગર રાજ્યને મુસલમાન સિંધી હતો. લીંબડી પાસેના એક ગામને અજુન બેબી હતો. કુબેરસ્વામી, જેમણે “કુબેરપંથ' કાઢેલ, તે શુદ્ધ હતા.૩૧ નિરાંત, અને ભરૂચ જિલ્લાના અજુન ભગત પાટીદાર હતા. ગોધરાના પુરુષોત્તમ ભગતે માટલાં ઘડવાને બદલે અનેક માણસનાં જીવન ઘડવાં.
સોરઠના સંતમાં રવિસાબ “પૂર્વાવસ્થાનો જાલિમ, વ્યાજખાઉ, એક ગામડિયે વાણિયો હતો. જીવણદાસ ચમાર હતા. ભાણ સાહેબ લેહાણુ હતા. મીઠા ઢાઢી અને હોથી મુસલમાન હતા. રજપૂત કુળમાં જન્મીને ભેખ લેનાર મેરાર સાહેબનું ભજનમંડળ ઢેડવાડે બેઠક કરવા જતું. ત્રિકમ “ઢેડગરડા' હતા. “વાડીના સાધુ તરીકે ઓળખાતા જે અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા સંતનો સમુદાય, તેને આરંભ આ ત્રિકમ સાહેબથી થાય છે. રામવાવ નામે ગામના ઢે ગરોડા (ઢેડ લેકના ગર) જાતિમાં જન્મીને એણે રવિસાહેબનો ગુરમ– લીધે હતો.” એમના એક ભજનમાં ગાયું છે:
“કપડા બી ઘોયા અવધૂત! અચલા મી ધોયા એ છે જબ લગ મનવો ન જોયો મેરે લાલ લાલ મારા દિલમાં લાગી વેરાગી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com