________________
બીજા સાધુસ ભક્તિમાર્ગમાં તે જોઈએ એકમાત્ર હરિ પ્રત્યેનો પ્રેમ .
શબરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ? કયા વેદ વાંચ્યા કરમાબાઈ ? વ્યાધ તે શું ભણ્યો તે વેદ? ગણિકા શું સમજતી'તી ભેદ? વળી થપચ શી સમાન્ય રીત? અખા. હરિ તેના જેની સાચી પ્રીત.? ભક્તિરૂપી અગ્નિ માણસોને સુવર્ણની પેઠે તપાવી કેવા શુદ્ધ કરે છે તે કહે છે:
ચમાર જુલાહા નાઈ દુનિયા, દાદુ રૈદાસ સેના કબીરાઈ; રામ સોનારા અનિકીસી જ્વાલા, મધ્ય પડ્યો સે કીને અપનાઈ. નાહીં કરમકી કીચ હરિજન, મક્ષિકા ન છુએ જેસે ચંદનકું; જ્ઞાનગગનમેં જાત સ ગેબ, એબ નહિ મેઘબુંદન. ભીલીકે બોર જુઠે ભક્ષે ભાવૌં, તે કહાં લાજ લાગી રઘુનંદનકું ? "એ જેસો તો હૈ હરિજન સેનારા, કિયા હૈ ન્યુ તાર બંધનકુ? " પાછો આભડછેટ વિષે કહે છે કે આભડછેટ તો આપણે બીજાની નહીં, પણ આપણું પેતાની પાળવા જેવી છે, કેમ કે આપણે વિકારથી ભરેલા હોઈ મુડદા જેવા છીએ.
નિર્વિષપણું તે સજીવન દશા, વિકારસહિત તે મુડદાં જણા; મુડદાંની આભડછેટ ઘણું, તે આભડછેટ કેઈએ નવ ગણી; અળગી આભડછેટ જેવા જાય, પિતાની આભડછેટ પ્રલય ન થાય.”
ચાંડાલ અને બ્રાહ્મણની વ્યાખ્યા જ અખાએ જુદી આપી. છે. દેહને વિષે અહંતા મમતા રાખે તે ચાંડાલ બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ.
હાડચામકી મમતાહંતા, સે ચાંડાલ પ્રમાનત હૈ; સચ્ચિત આનંદ બ્રહ્મ લહે સેઈ, બ્રાહ્મન ભેદ બખાનત હૈ.” વળી : " દેહભાવસે કશુ ન બડાઈ, જે ચિદ જાનત સેઈ બડા; હાડચામકી દેહ સકલકી, ક્યા બ્રાહ્મણે ક્યા બેલ ખડા?' . . .
બાકી ગમે તે નામે ઓળખતા. જુદા જુદા દેહમાં એક જ આત્મા વસે છે, ને એ આત્મા તે આપણે પિતે જ છીએ.
તું ચેતન જડ તન ક્યા ઢંઢત, ક્યો ભરમાયા બાળમે'? તૂ હૈ બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્યમેં, તું મુલ્લાંમેં તું કાછમે.” મં–૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com