________________
મરિવેશ અને સારો તે મારા શિરતાજ છે. નવાબ અલખાં, ખુશરૂ, નજર, કારખાં, કરી મબક્ષ, ઈન્શા, બાજિન્દ, આદિલ, મકસુદ, મૌજદીન, વાહિદ, અફસેસ, કાજિમ, ખાલસ, લતીફહુસેન, મનસૂર, ફરહત, કાજી અશરફ મહમૂદ, આલમ, તાલીબશાહ, મહબૂબ, નફીસ ખલીલી વગેરે અનેક મુસલમાન કૃષ્ણભક્તોએ પિતાની ભક્તિ કાવ્યસરિતારૂપે વહેવડાવી છે. આ મુસ્લિમેને કૃષ્ણની ભક્તિ કરવાની મનાઈ કાણ કરી શકે એમ હતું? “હિંદુ અને મુસલમાન બે જુદા નથી. સહુનો સરજનહાર તે એક જ છે; એના સિવાય બીજો કોઈ દેખાતો નથી;” એમ ભક્ત દાદુદયાળે કહ્યું છે.૨૦ અને ઈશ્વરને ભલે ગમે તે નામે ભજે, પણ એક જ પસ્માત્માની પૂજા થાય છે, એ સંદેશો પણ અમદાવાદમાં જન્મેલા એ સંતે જ, નીચેના કાવ્યમાં, આપે છે:
“બાબા નાહી જ કેઈ. એક અનેકન નાવ તુમ્હારે, તાપે ઔર ન હે. અલખ ઇલાહી એક તું, તુંહી રામ રહીમ; તૂહી માલિક મોહના, કેસે નાવ કરીમ. સાંઇ સિરજનહાર તૂ, તું પાવન તૂ પાક; તું કાઈમ કરતાર તું, તૂ હરિ હાજિર આપ. અવિગત અલ્લાહ એક તું, ગની ગુસાઈ એક
અજબ અનૂપમ આપ હૈ, દાદ નાં અનેક - ' ગુજરાતમાં અસ્પૃશ્યતા સામે ઝુંબેશ ચલાવનારમાં અગ્રેસર આપણા આદિકવિ નરસિંહ મહેતા હતા. એની વાત તેમના જ આ કાવ્યમાં આપેલી છે?
ગિરિ તળાટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાય; ઢેડ વરણમાં દઢ હરિભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય. કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિ તણાં બહુ વઘા રે વચન; મહંત પુરુષ અમારી અરજી એટલી, અમારે આંગણે કરશે રે કીરતન. પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જન્મ મરણ જ જાળ; કર જોડતામાં કરુણા ઊપજી, મહેતાજી વેષ્ણવ પરમ દયાળ. પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદષ્ટિને સર્વ સમાન; ગૌમૂત્ર તુલસી વૃક્ષ કરી લીપજે, એવું વેણુ આપ્યું વાગ્દાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com