________________
સદિરપ્રવેશ અને શાસ્રો
C
વણું.'
'
"
કે બ્રાહ્મણુ તે દૈવી વણુ, તે શૂદ્ર તે અસુર્ય અર્થાત્ અસુરને આ અને દસ્યને ભેદ અષ્ટ થઈ, તેની જગાએ આય અને શૂદ્રને ભેદ ઊભા થયા; પણ તે થાડા કાળને માટે જ. આ ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે સહિતાકાળમાં જેમને અસુર કે દસ્યુ ગણતા તેમને જ બ્રાહ્મણુકાળમાં શૂદ્ર ગણ્યા હશે. ‘હે ઇન્દ્ર, તમે દાસને ધરતીનું જ ઉસીકું કરાશ્યું, અર્થાત્ તેમને ભોંયભેગા કર્યો,’૧૦ એ જૂની ભાષા હતી. તેને ઠેકાણે હવે પ્રાર્થના કરવામાં આવે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય તે વૈશ્યની સાથે શૂદ્રને પણ તેજસ્વિતા આપે.’૧૧ વળી આત્મયજ્ઞાનની અવસ્થામાં એમ પણ કહે છે કે માછી, દાસ અને જુગારી સર્વ બ્રહ્મરૂપ છે.’૧૨ પરસ્પર દ્વેષ અને સંગ્રામની જગાએ સ્નેહ અને ઐકયની સ્થાપના થાય છે; અને આ સંસ્કૃતિ વિશાળ રૂપ ધારણ કરી નવું પ્રસ્થાન આદરે છે. સ્મૃતિઓમાં જેને ‘ અંત્યજ ' ગણી છે એવી અનેક જાતિઓને ઉલ્લેખ ઋગ્વેદમાં છે. ‘આ લેાકેાની જુદી જાતિ હોય તોયે, તે કાઈ પણ રીતે અસ્પૃશ્ય હતા એવા નિર્દેશ તે વેદમાં કયાંયે નથી.’૧૩ ઋગ્વેદની સંહિતામાં તે ‘ ચાંડાલ ’ અને ‘ પુજ્કસ ’ એ શબ્દ પણ કયાંય આવતા નથી.૧૩ છાંદોગ્ય ઉપનિષદમાં ચાંડાલ 'ના ઉલ્લેખ આવે છે, તે ત્યાં કહ્યું છે કે ‘ જેએ આ લેાકમાં હીન આચરણ કરે છે તેમને હીન ચેનિમાં — અર્થાત્ કૂતરા, સૂવર કે ચંડાલની યોનિમાં જન્મ મળે છે.’૧૪ અહીં ચંડાલને ‘ હીન ચેનિ’માં ગણ્યા છે; પણ તે અરપૃશ્ય છે એવું સૂચન જરાયે નથી.૧૫ આ વાકયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય તે વૈશ્યના ઉલ્લેખ છે, પણ શૂદ્રના ઉલ્લેખ નથી. પહેલા ત્રણનાં નામ પછી, ચેાથું નામ શુદ્રને બદલે ચાંડાલનુ આવે છે. તે પરથી એમ માની શકાય કે ‘છાંદોગ્યના કાળમાં સુધ્ધાં ચાંડાલને ભલે હલકામાં હલકા પણ શુદ્ર જ ગણવામાં આવતા હશે. ’૧૬
"
6
બીજો એક નિર્દેશ બૃહદારણ્યક ઉપનિષદમાં છે, તેમાં કહ્યું છે આ પ્રાણે દેવાના પાપનેા, એટલે કે મૃત્યુને, નાશ કર્યાં પછી, મૃત્યુને જ્યાં દિશાઓના છેડે આવે છે ત્યાં કાઢી મૂકયો. ત્યાં તેણે દેવાના પાપનુ રહેઠાણ બનાવ્યું. તેથી કાઇએ બહારના લેાકેાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com