________________
ON
વેદકાળ વેદકાળમાં અસ્પૃશ્યતા નહેતી. આર્ય, અને દાસ અથવા દસ્યુ, એ બે પ્રજા વચ્ચેનાં યુદ્ધોના ઉલ્લેખ ઋગ્વદમાં ઠેકઠેકાણે આવે છે. આ ગોરા, ને દસ્યુ કાળા હતા; ને તેમની ચામડીના જુદા રંગ પરથી નેખા ઓળખાતા. ઋદમાં છેક શરૂઆતમાં આ બે વર્ણન જ ઉલ્લેખ છે – આર્ય અને દસ્યું. “વર્ણ” શબ્દનો અર્થ છે રંગ; ને બે સમૂહે જુદા રંગની ચામડીવાળા તેથી જુદા “વર્ણ' ગણાયા. વેદ આર્યોને ધર્મગ્રન્થ હોઈ તેમાં દસ્તુઓની નિન્દા સૂચવનારાં અનેક વર્ણન છે. આર્યોના દેવ તે દસ્યુના દેવ નહતા. દસ્યઓને નાશ થાય તે માટે આ ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા. પણ દસ્યઓ અસ્પૃશ્ય હતા એવું ટ્વેદમાં ક્યાંયે કહ્યું નથી. “આર્ય અને દાસની વચ્ચે અસ્પૃશ્યતા તો નહોતી જ.”
આગળ જતાં આ બે જાતિઓ વચ્ચેનાં ઝેરર ઓછાં થયાં. આ દસ્તુઓની મદદ લઈને માંહોમાંહે લડવા લાગ્યા; તેને લીધે એકબીજાને પરિચય વધ્યો, ને પરસ્પર દ્વેષ ઓછો થયે. જે કાળે આ બે જાતિઓ લડતી ત્યારે પણ અગત્ય જેવા સમદર્શી ઋષિ આર્ય ને દાસ વચ્ચે ભેદભાવ ન રાખતાં બંનેનું શુભ ઈચ્છતા ને બંનેની સેવા કરતા. પછી તો દસ્યુઓને આર્ય પરિવારમાં સમાવી લેવાની પ્રવૃત્તિ શરૂ થઈ. વિશ્વામિત્રને જે ગાયત્રી મન્નનું દર્શન થયેલું તે મન્ત્ર ભણાવી હજારો દસ્યુઓને આર્ય બનાવવામાં આવ્યા.૪ ઘણી અનાર્ય જાતિઓ ને તેમના દેવને આર્ય સંઘમાં ભેળવી લેવામાં આવ્યાં. દીર્ઘદશી ને ઉદાર મનના ઋષિ વિશ્વામિત્રે દસ્તુઓને પિતાના પુત્રો કરી સ્થાપ્યા. સર્વેદમાં અસુર જાતિ (અસુર્ય વર્ણ)નો ઉલ્લેખ છે. આગળ પર તૈત્તિરીય બ્રાહ્મણમાં કહ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com