________________
૨૪ - મંદિર અને શા શ્રીવિઠ્ઠલનાથજી, એમણે જે જે વ્રજેને ઉત્સા કરાવ્યાં હેય તે સર્વ વ્ર ને ઉત્સવે તેમણે કહેલા વિધિને અનુસરીને કરવાં; અને કૃષ્ણની પૂજાનો વિધિ પણ તેમણે જે બતાવ્યું હોય તેને અનુસરવું ૫૪
પાછળ (પ્રકરણ ૧૨ માં) આપણે જે કેટલાંક વચને વાંચ્યાં તેનાથી કેવાં જુદાં, ને કેવી ઉદારતાવાળાં, વચન અહીં વાંચીએ છીએ.! જે જમાનામાં આપણા ધર્મના સંપ્રદાયો માંહેમાંહે લડતા તે જમાનામાં, અને ઇતર સંપ્રદાયોના અણસમજુ અનુયાયીઓએ પિતાના સત્સંગીઓનો જે છળ કરેલો તે જાણમાં હોવા છતાં, આ મહાપુરુષે આવી સમતા, ઉદારતા ને નિર્વેરતા જાળવી રાખી. એ ઉદારતાને લીધે જ તેમણે મુસલમાનોને પણ અપનાવ્યા. એમને જ સંપ્રદાય હિંદુ હરિજનોને અસ્પૃશ્ય ગણે, ને તેમને સામાન્ય મન્દિરમાંથી બહિષ્કત રાખે, એ વાત મૂળ સંસ્થાપકની ઊંચી ને વિશાળ ભાવના સાથે સુસંગત કેવી રીતે ગણાય? • “વડેદરા પાસે છાયાપુરી (છાણું) ગામમાં ઢેડ સત્સંગીઓનું સ્વામીનારાયણનું નાનું મંદિર છે, તેની પૂજાપદ્ધતિ વગેરે એવી જ જાતનાં સવણના મન્દિરના જેવી છે. ત્યાં સંપ્રદાયના સાધુઓ ઉઘરાણું કરવા જાય છે, અને ઉપદેશ આપે છે.પપ પણ એ હરિજનોને સંપ્રદાયનાં સામાન્ય મન્દિરમાં પ્રવેશ ન મળે. જે એક મન્દિરની મૂર્તિને હરિજન (અન્ય) પૂજે છે એટલાથી ભગવાનની એ મૂર્તિ અભડાતી ન હોય, તો બીજા કોઈ મન્દિરમાં મૂકેલી એ જ ભગવાનની મૂર્તિ હરિજનના સ્પર્શથી શી રીતે અભડાઈ જાય? શું જુદી
જુદી મતિઓમાં ભગવાન જુદો જુદો છે? , “શ્રી સત્સંગી જીવન' નામને, શતાનંદ મુનિને રચેલે, પ્રખ્ય આ સંપ્રદાયમાં સારી પેઠે લોકપ્રિય છે. તેના ૧લા પ્રકરણના ૩૩માં અધ્યાયનું મથાળું છે: “વર્ણાશ્રમધર્મનિરૂપણ'.પુએ આખા પ્રકરણમાં “અત્ય'ની અસ્પૃશ્યતાનું નામ ક્યાંયે નથી. એ પણ બતાવે છે, કે આ અસ્પૃશ્યતાને વર્ણાશ્રમધર્મનું અંગ માનેલી નથી. એ જ ગ્રન્થના ૪થા પ્રકરણના ૫રમા અધ્યાયમાં “દીક્ષિતના નિયમો’ આપેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com