________________
. સહજનક મા
રજપ કરેલ. વાળંદ હજામત કરવા સુદ્ધાં આવે નહીં. મુસલમાન કારીગરો ડરના માર્યા કામ કરવા આવે નહીં, તેથી મશરૂ બનાવવાને જમેલે ધંધે પડી ભાંગ્યા. આવો કડક બહિષ્કાર છ વરસ સુધી ચાલેલે. આવા અનેક દાખલા બનતા હશે, એટલે સહજાનંદ સ્વામીએ એક પ્રસંગે કહેલું કે “અમારો દયાળુ સ્વભાવ છે, પણ જે હરિભક્તને જોહી હોય તેને તો અમારે અભાવ આવે છે. અને હરિજનનું ઘસાતું
કેઈ બોલ્યો હોય અને એને જે હું સાંભળું, તે તેની સાથે હું. બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહીં.૫° .
" આ બધું સહન કરીને સત્સંગીઓ પોતાની શ્રદ્ધાને ટકાવી રાખતા. એમ આ સંપ્રદાયની સ્થાપના પાછળ એટલું બધું તપ, કષ્ટસહન, અને આંતર વિશુદ્ધિ રહેલાં છે. આ સંપ્રદાય શાસ્ત્રશુદ્ધ નથી, સાંવ ન છે, એવા આક્ષેપ પણ તેની સામે થતા ૫૧ પણ ધર્મમાં કશું નવું થાય જ નહીં, એમ સહજાનંદ સ્વામી ને તેમના સત્સંગીઓ માનતા નહોતા. તેથી આક્ષેપ કરનાર, જૂના પંથવાળાને સામો જવાબ અપાતે કે “તમારા પંથે પણ
જ્યારે નીકળ્યા ત્યારે નવા જ હતા ને!'' આમ કહેનાર સંપ્રદાય આજે અમુક વસ્તુ નવી લાગે છે માટે અમે ન કરીએ એવી દલીલ કેમ કરે? પણ તે કાળે આ સંપ્રદાયે આજના જેવી અસ્પૃશ્યતાને માન્યતા આપી હોય એવું દેખાતું નથી. જે માણસોએ સામાજિક અને ધાર્મિક બહિષ્કારની વિટંબણાઓ વેઠી છે તેઓ બીજાઓને એવી રીતે બહિષ્કત કેમ રાખે? “શ્રીસ્વામિનારાયણે ભાગવત માં, આનંદાનંદ સ્વામીએ સમજાવેલા વણશ્રમના ધર્મો બહુ વિસ્તારથી આપેલા છે. તેમાં ક્યાંયે જન્મસિદ્ધ અસ્પૃશ્યતાનો ઉલ્લેખ નથી. સંપ્રદાયના મહેમાંહેના ઝઘડાને આવો કડવો અનુભવ થવા છતાં. સહજાનંદ સ્વામીએ શિવ, વૈષ્ણવ વગેરે સર્વ સંપ્રદાયો પ્રત્યે આદર રાખવાને જ બોધ આપ્યો છે, અને કહ્યું છે: રસ્તે ચાલતાં શિવાલય વગેરે જે દેવમન્દિર નજરે પડે તેને પ્રણામ કરવા, અને તેમાંના દેવનું આદરપૂર્વક દર્શન કરવું ૫૩ વળી કહ્યું છે? “સર્વ વૈષ્ણવોના રાજા એવા જે શ્રીવલ્લભાચાર્ય, ને તેમના પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com