________________
સહજાનંદ સ્વામી - ૨૩૯ ક્યારેક ગામલયામાં મહારાજને દર્શને ચૂડા ગામની ગંગા ઢેડી આવી. તેને મહારાજે બાઈયુંની સભામાં માગ કરાવીને એક કેરે બેસાડી. પછી બીજી બાઈઓ મહેમાંહે બલવા માંડી જે “મહારાજે આને સભામાં ક્યાં બેસાડી?” તે સાંભળીને મહારાજ સુરા ખાચરના ઘરનાં મનુષ્ય પ્રત્યે બોલ્યા જે “તમારા ચેકમાં ઢોર મરી જાય તો કોણ લઈ જાય?” ત્યારે તે બાઈ કહેઃ “ઢેડ લઈ જાય.” ત્યારે મહારાજ કહે : “આ હોરાં બાંધવાના કોડિયામાં મરી જાય તે કોણ ઉપાડી જાય?” ત્યારે તે કહે: “ઢેડ ઉપાડી જાય.” ત્યારે મહારાજ કહે જે “ઘરમાં હેડ પેસે તેનો સંશય નહીં; ને આ ગંગાને કેરે બેસાડી છે તેમાં આવડાં અભડાઈ જાઓ છો !” એમ કરીને મહારાજે વાત કરી જે આ ગંગા પૂર્વજન્મમાં નાગર બ્રાહ્મણે હતી. તે જાતિના અભિમાને કરીને પિતાથી ઊતરતી જાતિના ભગવાનના ભક્ત હાય તેમને ગણતી નહીં, તે દોષે કરીને ભગવાને તેને આ જન્મમાં ઢેડ કરી છે.”૩૪
એને મળતી બીજી એક વાર્તા એ ગ્રંથમાં છે. કોઈક સમયને વિષે મહારાજ સોરઠ દેશમાં, કોઈક તળાવ ને વૃક્ષ હતાં ત્યાં, કાકી ને અસવાર સહિત ઊતર્યા. ત્યાં ઢેડનાં છોકરાં હતાં, તેને મહારાજ કહે: “અલ્યા, તું કોણ છું?” ત્યારે તે બોલ્યો કે “ બાપજી! ઢેડ છું.” ત્યારે મહારાજ કહેઃ “હું આત્મા છું એમ કહે.” ત્યારે તે કહે: “ આત્મા છું, હું આત્મા છું.” ત્યારે મહારાજ કહે: “અલ્યા, તું કાણ છું?” ત્યારે તે કહેઃ “બાપજી ! હેડ છું.” ત્યારે મહારાજ કહેઃ “સે વાર કહે જે હું આત્મા છું.” ત્યારે તેણે સે વાર એમ કહ્યું. પછી પૂછયું જે “અલ્યા, તું કોણ છું?” ત્યારે તે બોલ્યો જે “હું ઢેડ છું.” ત્યારે મહારાજ કહે કે આ જીવ ઢેડ મટતો નથી.”૩૫ માણસ બ્રાહ્મણ છે કે વૈશ્ય છે કે હેડ છે એમ ભૂલાવી પોતે આત્મા છે, એમ શીખવવાને સહજાનંદ સ્વામીના આશય હતા, એમ આ વાર્તા બતાવે છે.
બાહ્ય શુદ્ધિ કરતાં અંતરની શુદ્ધિ વધારે મહત્ત્વની છે, એમ બતાવનાર એક વાર્તા પણ છે. એક વેરાગી એક સત્સંગીને ત્યાં રાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com