________________
મરિવેશ અને શા ચાંડાલની અસ્પૃશ્યતા તેમણે ક્યાંય આચારના નિયમમાં ગણાવી નથી. તેમણે તે “ચાંડાલ’ શબ્દની વ્યાખ્યા જ જુદી કરી છે. જે માણસ ઈશ્વરની હસ્તીને માનતો નથી, નીતિઅનીતિમાં ભેદ ગણત નથી, તે નાસ્તિક છે. “જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિણ જાણવો ને નાસ્તિક જાણ; અને એને રોકાઇ જાણીને એને કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. ર૯ વળી ભગવાનની મૂર્તિને આશ્રય હેય ને ભગવાનનાં ચરિત્રને ગાતો સાંભળતા હોય, ને ભગવાનનું નામસ્મરણ કરતો હોય, ને જે તેમાં ધર્મ (અર્થાત સદાચાર) ન હોય તે તે માથે પહાણે લઈને સમુદ્રને તરવાને ઇછે એ જાણવો ને તેને રાત્રિ જેવો જાણવો.”૩૦ આવા ચાંડાલ'ની કોઈ જાત ન હોઈ શકે.
પણ શ્રીજીમહારાજ (સહજાનંદ સ્વામી) તે આના કરતા ઘણું ઊંચી જાતની ને આકરી અસ્પૃશ્યતા પળાવવા માગતા હતા. તેમણે કહેલું : “ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાત હોય તે સાંભળવા દેવી નહીં. તેમ જ વવા તે માન ને માવાનના જન તેનો સ્વ રે. અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે. અને રસના તે અખંડ ભગવદ્દગુણને જ ગાય ને ભગવાનને પ્રસાદ હોય તેને જ સ્વાદ લે. અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કેઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં.૩૧ “મોગ્ય વાર્થને વાણ કરીને કે નહીં તે સહજે સ્પર્શ જિતાય.” કર “અને જેમ શબ્દ તેમ જ સ્પર્શ પણ એક ભગવાનને જ ઈચ્છે, અને અન્ય સ્પર્શને તે કાળો નાગ તથા બળતો અગ્નિ જેવો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો.'૩૩ આ અસ્પૃશ્યતા તે ઈન્દ્રિયમાત્રને સંયમ છે; અને પાળવા જેવી હેય તે તે આ અસ્પૃશ્યતા છે.
કઈ જાતિને જન્મને કારણે અસ્પૃશ્ય માનવા સામે તેમને સખત વિરોધ હતા, એમ બતાવનારી એક વાત નિર્ગુણદાસ સ્વામીએ આપી છે. તે આ પ્રમાણે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com