________________
સહજાનંદ સ્વામી મુસલમાન સુધ્ધાંને શુદ્ધ બ્રાહ્મણના જેવી રહેણું રહેતાં શીખવી દીધું. મા, માંસ અને માદક વસ્તુઓને ત્યાગ કરવો, રોજ નાહી પૂજા કર્યા વિના ખાવું નહીં, ગાળ્યા વિનાનાં દૂધ કે જળ પીવાં નહીં,
- અરે, ડુંગળી, લસણ અને હિંગ જેવી વસ્તુઓને પણ ત્યાગ રાખો,– એ સ્વામીનારાયણ સંસ્કાર હતા.”
પણ જીવની હિંસા ન કરવા પર તેમણે ખાસ ભાર મૂક્યો છે: “અમારા જે સત્સંગી તેમણે કઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી. અને દેવતા અને પિત તેના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલાં આદિ કોઈ જીવની હિંસા ન કરવી; કેમ કે અહિંસા છે તે માટે ધર્મ છે. અને સ્ત્રી, ધન, અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તે કઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.”
પણ તેમની અહિંસાની કલ્પના આથીયે ઘણું આગળ જતી હતી. “વચનામૃત' નામને તેમનાં ઉપદેશવચનને જે સંગ્રહ છે તે “ઘણે ગંભીર અને મનન કરવા યોગ્ય, જ્ઞાન અને ઉપાસનાના નિરૂપણથી ભરપૂર, ગ્રન્થ છે.'' તેમાં અહિંસા વિષેની તેમની આ વિશાળ કલ્પના સમજાવતાં કહ્યું છે: “જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પિતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તને દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી. રૂપે કરીને રહ્યા છે, તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામથી જણાવે છે. માટે તે ભક્તને અપમાન કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. • • ભગવાનના ભક્ત હોય તેણે અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં; કાં જે ભગવાન તે ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે, તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કઈ અલ્પ વને પણ દુખવા નહીં. અને જે અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે, તે ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com