________________
૨૦
સહજાનંદ સ્વામી
જે સાધુસંતા ને પુણ્યપુરુષાએ કેવળ ઉપલા થામાં જ ન ક્રૂરતાં નીચલા થરામાં પણ ધની સાચી ભાવના ફેલાવવાનું કામ કર્યું, તેમાંના એક અગ્રગણ્ય તે શ્રી સહજાનંદ સ્વામી છે. ગુજરાત ઉપર તેમની અસર ઘણી ઊંડી થયેલી છે, અને તે જીવતી છે. તેમના જીવનમાં ભાગવતધમની સાચી ભાવના મૂર્તિમંત થયેલી હતી. - સહજાનંદ સ્વામીના ઉપદેશથી ગુજરાતકાઠિયાવાડની ઘણી ક્રૂર અને લઢકારી જાતે કામળ અને શાન્ત થઈ છે, તથા પ્રભુ તરફ વળી છે. ૧
"
હિંદુ ધર્મમાં હિંદુ જાતિએને શામિલ કરવામાં પણ સ્વામીનારાયણુ પ્રથમ હતા. એક પારસી ( સુરતનેા પ્રસિદ્ધ કાઢવાલ અરદેશર ) તથા કેટલાક ખેાજા મુસલમાનેાએ સ્વામીનારાયણ સંપ્રદાય સ્વીકાર્યાં હતા. હજુયે કેટલાક મુસલમાને એ ધમ પાળે છે. ગુજરાતકાઠિયાવાડની શૂદ્ર જાતિઓની ધાર્મિક ઉન્નત કરનાર પશુ સ્વામીનારાયણ પહેલા હતા. એમણે કહેવાતી નીચ જાતિએમાં એટલું બધું કાર્ય કર્યું" હતું કે જૂના સંપ્રદાયીએને, સ્વામીનારાયણના ધણાખરા શિષ્યા કડિયા, દરજી, સુથાર, ખારવા, મેચી અને ઢેડ હતા એ જ તે ધર્માંના વિરેધ કરવાને સબળ કારણ લાગતું હતું. અંગ્રેજ લેખકાએ સ્વામીનારાયણુને બહુધા મહાન હિંદુ સુધારક કહીને જ એળખાવ્યા છે. પણ નીચ જાતિગ્માને સંસ્કૃત કરવાની સ્વામીનારાયણની પદ્ધતિ જુદા પ્રકારની હતી. એમને સુધારે। ઉચ્ચ જાતિને હલકી જાતિએ સાથે ભેળવી ઈ ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાને ન હતા, પણ નીચ જાતિઓને ચડાવી એમનામાં ઉચ્ચ જાતિના સસ્કાર પાડવામાં સમાયા હતા. એટલે એમણે ઢેડ, મેાચી, સુથાર, દરજી, કણબી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com