________________
રરર
મંદિર પ્રવેશ અને શા નહીં. પછી ગમે તે કારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેણે લેશમાત્ર અભિમાન રાખવું નહીં, અને એક કીડી જેવા જીવને પણ દુખવો નહીં, એ જ નિર્માની સાધુને ધર્મ છે.”૫
તેમનું પોતાનું હદય દયાથી ભરપૂર હતું. એ વિષે તેમણે કહ્યું છે: “અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તે તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહી; અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્નવ કરીને દુઃખી થાય નહીં; એ બે વર મને આપે. એમ રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે.” આ વચન ભાગવતમાંનાં રંતિદેવનાં વચનોની યાદ તાજી કરાવે છે.
| સહજાનંદ સ્વામીએ સત્સંગીઓને પોતપોતાના વર્ણાશ્રમને જે ધર્મ તેને ત્યાગ ન કરવાનું કહ્યું છે તે ખરું છે. પણ એ વર્ણાશ્રમમાં અસ્પૃશ્યતા કે આભડછેટને સમાવેશ થાય છે એવી તે કલ્પના એમની નહેતી જ. આખી શિક્ષાપત્રીમાં કે એમનાં વચનામૃતમાં, હરિજનને અસ્પૃશ્ય લેખવા જોઈએ, એમને અડાય તે નાહવું જોઈએ, કે એમને સંપ્રદાયના સામાન્ય મંદિરમાં ન આવવા દેવા જોઈએ, એમ કહેનારું એક પણ વાક્ય નથી. સહજાનંદ સ્વામીની મૂર્તિને પૂજવાને તથા શિક્ષાપત્રી અને વચનામૃત વાંચવાને સર્વે વર્ણના સત્સંગીઓને સરખે અધિકાર આપે છે.'૮.
તેમણે ઉપદેશેલો વર્ણ ધર્મ ઘણે અંશે ગીતાને મળતો આવે છે: “જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા, અને સન્તોષ આદિ જે ગુણ તેમાં યુક્ત થવું. જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શરવીરપણું અને ધીરજ આદિ જે ગુણ તેમાં યુક્ત થવું. વૈશ્ય વર્ણ હોય તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com