________________
મહારાષ્ટ્રને સામે ચારે ઘરમાં ખાતર પાડયું. પિસા, ઘરેણું, વાસણ વગેરે ઉઠાવ્યું. એકનાથ દેવઘરમાંથી જોઈ રહ્યા હતા. તે બહાર આવ્યા, અને હાથની વીંટી કાઢી ચોરના હાથમાં મૂકી કહ્યું : “આ પણ લઈ જાઓ.” “વહાણું વાયું છે. હવે શિરામણ કરીને જ જાઓ,' એવો આગ્રહ કર્યો. તેમનાં પત્ની ગિરિજાબાઈએ પીરસ્યું, ને ચેર જમ્યા. તેઓ દંગ થઈ ગયા ને તેમને જીવનપલટો થયો. એક વેશ્યા એકનાથની કથા સાંભળવા આવતી. તેણે ભાગવતમાંની પિંગલાની વાત સાંભળી પિતાનું જીવન પલટી નાખ્યું ને ભક્તિપંથે વળી. એક વાર એકનાથ કાશીથી ગંગાજળની કાવડ ભરી રામેશ્વર જતા હતા. સાથે શિષ્યો પણ હતા. નાથ નામસ્મરણ કરતા સૌથી આગળ ચાલતા હતા. રસ્તે એક ગધેડું ધૂળમાં આળોટતું હતું. તેની પીઠ પર ઘા પાડ્યા હતા, ને તપેલી ધૂળ શરીરે અડવાથી તેને જીવ અકળાતે હતો. એકનાથને દયા આવી, ને તેમણે કાવડમાંનું ગંગાજળ તેના મેઢામાં રેડયું. ઘેડી વારે ગધેડાને સ્કૂતિ આવી. તે ઊઠીને ચાલતું થયું. એકનાથે આનન્દથી કહ્યું: “મારા રામેશ્વર મને અહીં જ મળી ગયા!” તેમણે માંદગીથી કંટાળીને જેલમાંથી નાસી આવેલા એક મહારને આશરે આપ્યો, તેની માવજત કરી, ને ત્રણ મહિના પિતાના ઘરમાં રાખે. સાજો થયા પછી તે ઘેર ગયો. એક વાર કીર્તનની ભીડમાં એક વડારી (એક શક જાતિ) એકનાથના ઘરમાં ભરાયે, ને તેમના પલંગ પર પથારી બહુ સુંવાળી લાગંવાથી પડ્યો અને ઊંઘી ગયો. એકનાથે કીર્તનમાંથી આવી એને સૂતેલો જો,... ને એને શાલ ઓઢાડી. સવારે ઊઠયો પછી એને જમાડી, વસ્ત્ર ને વાસણ આપી રવાના કર્યો. એક વાર શ્રાદ્ધમાં પિતૃઓ માટે કરેલી રસોઈ તેમણે મહારને ઘેર બોલાવી જમાડી. મહારના એક બાળકને તડકામાંથી ઉપાડી તેને ઘેર લઈ જઈ માબાપને સોંપ્યું. પિસાને પરમેશ્વર માની પૂજનાર એક વેપારીને ઘેર જઈ એકનાથ તેને રોજ વિષ્ણુસહસ્ત્રનામને એક શ્લોક શીખવતા. શ્રીખંડે નામને એક વિશ્વાસુ ને વફાદાર નોકર એમને ત્યાં હતો. ભગવાન પોતે જ શ્રીખંડાનું રૂપ લઈ એકનાથને ત્યાં કામ કરે છે એમ ભાવિક કે માનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com