________________
મહિરપ્રવેશ અને શા બન્યો, ને મારે કાજે તે દાવાનળ લગાડ્યો. જેનું અનાજ લૂંટાયું હતું તે તો મારો જીવ લેત. દામો કહે છે કે એટલા માટે ગુણનિધાન એવો જગન્નાથ મહાર થયો!” ૬૮
મૃત્યુંજય ઉફે મુંતેજી બ્રાહ્મણી તે મુસલમાનમાંથી હિંદુ થયેલાં એક ભક્ત હતાં, ને તેમણે જ્ઞાનભક્તિના અનેક ગ્રન્થો લખેલા છે.
બેદરના એક બાદશાહને જ્ઞાન થયેલું, ને તે રાજ્યભોગ છેડી ગુરુને શરણે ગયેલો. તેને ઉલ્લેખ એક થાકાવ્યમાં છે. તેનું નામ અલાઉદ્દીનશાહ બહામની હશે એમ મનાય છે.
જેવું વિઠોબાનું પંઢરપુર તેવું એકનાથનું પિઠણ પાંગારકર લખે છે: “નાથ (એકનાથ)ના વખતથી માંડીને આજ સુધી પૈઠણમાં થઈ ગયેલા સો સપુરુષોની એક યાદી મને પૈઠણથી મળી છે. તે યાદીમાં સર્વ જાતિના સંત છે. એમાં સરસ્વતી મામી, રામાનંદ સાળી, શિવલિંગયા લિંગાયત, બિરનીગિર ગોસાવી, ભીમાબાઈ પરદેશી, મૌલાના, ગોદડશા, સિંદડશા વગેરે જે નામે છે તે વિચાર કરવા જેવાં છે. પિઠણના સિંહાસનાધીશ્વર નાથ મહારાષ્ટ્રના અંતઃકરણ પર પિતાનું પ્રેમસામ્રાજય ચલાવી રહ્યા છે. લૌકિક રાજ્યો આવે છે ને જાય છે, પણ મહાત્માઓનું જનમન ઉપરનું સામ્રાજ્ય અબાધિત
ચાલે છે.”૭૦ - એકનાથનું જીવન વ્યવહાર અને પરમાર્થના સુભગ સંમિશ્રણરૂપ હતું. એમનું. કૌટુંબિક જીવન બહુ સુખી હતું. મુળ પેઢીઉતાર વૈષ્ણવ. તેમના વંશજોમાં પણ મોટા ભકતો ને કવિઓ થયા. ઉત્તમ ભક્તનાં જે લક્ષણ ભાગવતમાં આપ્યાં છે, અને જે તેમણે પિતે ભાગવતની એવીબદ્ધ ટીકા (એકનાથી ભાગવત)માં વિસ્તારથી વર્ણવ્યાં છે, તે લક્ષણે તેમનામાં મૂર્તિમંત હતાં. તેના કેટલાક પ્રસંગોની વાતો સચવાઈ રહેલી છે. એકનાથ ગોદાવરી નદીમાં સ્નાન કરીને ઘેર આવે, ત્યાં વચ્ચે એક યવન બેસી રહે, તે એમના શરીર પર કાગળો કરે, એટલે એકનાથને ફરી નાહવું પડે. એક વાર એમને આવી રીતે એક દિવસમાં ૧૦૮ વાર સ્નાન કરવું પડ્યું. છતાં એમને ગુસ્સો ન ચડ્યો, એ જોઈ યવન એમને ચરણે પડ્યો ને એમની ક્ષમા માગી. એક વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com