________________
મહારાષ્ટ્રનો તમેળે
૨૧ વાત પર સંતકવિ એકનાથે એક કાવ્ય (હાર) લખ્યું છે. તેમાં વિહુ મહાર બાદશાહને કહે છે: “જોહાર, માબાપ, જેહાર ! હું મંગળવેઢાના થાણદાર દામાજીના દીકરા જેવો તેમનો મહાર છું. મારું નામ વિઠ્ઠ છે. મારું કામ ઝાડુ વાળવાનું છે. દામાજીપંતે ગામનું મહેસૂલ વસૂલ કરીને તેની રકમ લઈ મને મોકલ્યો છે. આપ ખતવણી કઢાવો, આ પિસા લઈ રસીદ અપાવો, ને બાકીમાં શન્ય લખી મને તે મતલબની ચિઠ્ઠી આપો. આપ જલદી રસીદ અપાવો એટલે હું તરત પાછો જાઉં.' રસીદ લઈને વિદ્યુ મહાર નીકળ્યો. પણે દામાજીને તે આ વાતની કશી ખબર જ નહીં. તેમને તો પકડવાને , બાદશાહને હુકમ છૂટેલો ને તે પ્રમાણે તેમને પકડીને બેદર લાવતા હતા. રસ્તે દામાજી નાહીધેઈ દેવપૂજામાં બેઠા ને પિોથી ઉઘાડી ત્યાં તે રસીદ જોઈ! “હસ્તે વિદુ મહાર' એ શબ્દો લખેલા જોયા. આ વિષે તુકારામે પણ એક અલંગ લખેલો છે.
આ ખરેખર બને ઐતિહાસિક પ્રસંગ છે. રાજવાડે લખે છે કે મંગળવેઢામાં દામાજીપંત થાણદાર હતા ત્યારે વિહ નામને મહાર ત્યાં ખરેખાત હતો. તેણે ઘરમાં સંઘરેલું ધન બેદર જઈ બાદશાહને ત્યાં જમે કરાવેલું. આ પ્રસંગની ખરી હકીકત જાણ્યા પછી બાદશાહે વિઠુ મહારને કેટલાક હકો આપી તેની સનદ કરી આપેલી. બાદશાહના સહીસિક્કા સાથેની સનદની નકલ પણ મળી છે. એ કેવો મહાર! દામાજીપતે તો માન્યું કે ભગવાન વિઠોબા જ ખરેખર મહારનું રૂપ લઈ પિસા ભરી આવ્યા. એ વિષે દામાપંતનું રચેલું એક પદ છે. તેમાં કહે છે: “હર હર વિઠ્ઠલ જગદુહારક ! તે મારે કાજે મહાર થયો. બેદરના બાદશાહને ધન્ય છે. મેં તેમને અન્યાય કર્યો. મેં લોકો પાસે અનાજ લૂંટાવ્યું, એનાથી મારે આફત આવી પડી. પણ પશુણ ઐશ્વર્યવાળા શ્રીભગવાને દેવપણુનું અભિમાન છોડીને પગમાં ફાટેલાં ખાસડાં પહેર્યા, માથે ચીંથરિયા ફાળિયું ઘાલ્યું, ખભે કાળી કામળી નાખી, ગળે કાળો દોરો ભેરવ્યો, ને મોઢેથી જેહાર બોલતા બોલતા ચાલ્યા. હે પ્રભુ! તમે આવું શા સારુ કર્યું ? મારાં કેટલાં બધાં પુણ્ય ! હે માધવ! તું મહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com