________________
૨૧૨
મહિરવેશ અને શા વિલાસ તેને લલચાવી શકે એમ નહોતું. તેણે ના પાડી, પણ તે કેણ સાંભળે? સિપાઈઓએ તેને બળાત્કારે લઈ જવા માંડી. તેણે કહ્યું: “રહે, જરા વિઠાબાનાં દર્શન કરી આવું.” તે મન્દિરમાં ગઈ, ને પાંચ અભંગ દ્વારા પોતાના મનને ભાવ વિઠ્ઠલ આગળ ઠાલવ્યો. વિઠાબાએ એની ધા સાંભળી. એની આત્મજ્યોત વિઠેબામાં મળી ગઈ ને એને નિર્જીવ દેહ મન્દિરની ફરસ પર પડી રહ્યો. એનું શબ મન્દિરના દક્ષિણ દ્વાર આગળ દાટવામાં આવ્યું. ત્યાં કાળે, કરીને એક ઝાડ ઊગ્યું. એ ઝાડ તળે તેની મૂર્તિ આજે પણ ઊભી છે. “વેશ્યાની દીકરી કહીને સમાજે તેને તિરસ્કાર કર્યો નહીં. તેના ગુણનું ગૌરવ કરી તેને મન્દિરમાં સ્થાન આપ્યું, અને ભક્તમંડળમાં તેની ગણના કરી. “મારે આશરે આવનાર પાપાનિ હશે તે પણ તે પરમ ગતિને પામશે,” એ પ્રભુવચન અહીં સાર્થક થયું.”
- કાન્હાપાત્રાએ અન્તકાળે ગાયેલા અભંગોમાંના એકમાં વિઠોબાને મારૂપે સંબોધીને કહે છે: “અધમ, ચાંડાળ, પાપીઓએ મારે પીછો પકડડ્યો છે. એ પળ મને છેડતા નથી. ના પાડું છું તે દુષ્ટ દુરાચારીઓ સાંભળતા નથી. હે પાંડુરંગે ! હવે હું શો વિચાર "કરું? તું મા છે, માવડી છે, જગજજનની છે, એટલે તારા ચરણને હું આલિંગન કરું છું. કાન્હાપાત્રા હાથ જોડીને વીનવે છે કે હવે દેહાન્તનો સમય આવી પહોંચ્યો છે.'
બીજા એક અભંગમાં પણ વિઠ્ઠલને મારૂપે સંબોધીને કહે છેઃ “હે વિઠાબાઈ! હું દીન, પતિત, અન્યાયી તારે શરણે આવી છું. હું જાતિહીન છું. મને આચારની કશી ખબર નથી. મારે કશે અધિકાર નથી. તું મને જલદી મળ, અને તારા ચરણ પાસે મને આશરો આપ. હું કાન્હાપાત્રા તારી દાસી છું.”૬૭
શકે ૧૩૯થી ૧૩૯૭ સુધી સાત વરસને દુકાળ પડેલે. તેમાં મંગળવેઢાના થાણદાર દામાજીપતે સરકારી કેડારમાંથી હજાર લોકોને અનાજ આપી તેમના જીવ બચાવેલા. મહેસૂલ ભરાયું નહીં તેને લગાદે બાદશાહે કર્યો. થોડા દિવસમાં વિહુ નામને એક મહાર (ડ) મહેસૂલની રકમ લઈ બાદશાહ પાસે પહોંચ્યો. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com