________________
મહારાષ્ટ્રને સમેળે ચૌદ વાસનાઓની દેરી તૂટી ગઈ છે. એમ ચાખાની મહારી (ાયરા) કહે છે. ૫૮ આ એક અભણ, નિરક્ષર મહાર સ્ત્રીને અભંગ છે એમ, જે ખાસ કહ્યું ન હોય તો, કેણ કહી શકે? પરમ જ્ઞાની પણ જે આટલાં વચન કહી શકાય તો પિતાને કૃતાર્થ માને. વિઠેબા ચેખામેળાને ઘેર જમવા ગયેલા અને સોયરાબાઈની સુવાવડવિઠોબાએ પોતાને હાથે કરેલી. એ વેળા પણ મહારને અસ્પૃશ્ય ગણનારા લેકે તે હતા, ને તે ખામેળાને સતાવતા. એટલે આ ભક્તરાજે ગાયું: - “હે પ્રભુ! મારી તો હીન જાતિ રહી. મારાથી તારી સેવા શી રીતે થશે? એ લેકે મને ખસ ખસ કહે છે. પણ તે પછી હું તને કેવી રીતે મળી શકીશ?”
પણ વિઠોબાને એવી આભડછેટ થોડી જ હતી? એ તો આભડછેટ માનનાર પૂજારીઓને પાઠ શીખવવા માગતા હતા. એક વાર વિઠોબા આ ભક્તોને મંદિરમાં લઈ ગયા, ને પિતાના ગળાને રનજડિત હાર અને તુલસીની માળા તેના ગળામાં નાખી તેના કપાળમાં છુંબે માર્યો. પૂજારીઓએ ચાખામેળાને ભજનમાં લીન જોયા, ને એમના ગળામાં વિઠોબાને હાર જોયો, એટલે ચોરીનું અને દેવને અભડાવ્યાનું આળ એમના પર મૂક્યું, ગાળો દીધી, ને માર પણ માર્યો. ૨૦ ખામેળાએ વિઠોબાને ધા નાખીને ગાયુંઃ “અરે વિહુ ! તું હમણું ને હમણાં દેડતે આવ. ધીરે ધીરે ન ચાલીશ. અરે મહારાજ! હું તે તમારા દ્વારને કૂતરો છું. હે ચક્રપાણિ! મને બીજે બારણે હાંકી મૂકશો નહીં. ચોખો હાથ જોડી પ્રભુને વીનવે છે કે મેં તમને ઉત્તર તે આપ્યો છે પણ તમે રોષ કરશો નહીં. ૬૧ વિઠોબા ખરેખર દોડ્યા. તે પિતાનું આસન છોડીને મહાર ભક્તની જોડે જઈને ઊભા. દેવ પૂજારીઓ પાસે નહોતા, એ તે ચેખા મેળા પાસે હતા. એક તરફ દેવ, ને બીજી તરફ નવું અભિમાન!
ખામેળાએ ઘણું કહ્યું કે “હું મારી મેળે મન્દિરમાં આવ્યો નથી, મને તો વિઠોબા ખેંચીને લઈ આવ્યા છે. બ્રાહ્મણને કહ્યું :
મનમાં ભક્તિ કે શ્રદ્ધા ન હોય તે ઊંચી જાતિમાં જન્મ, વિધિ કે વિદ્યા શા કામનાં છે? માણસ ભલે નીચી જાતિને હેય, પણ મં–૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com