________________
મિનેશ અને શા દળવા લાગે છે. દેવ કહેશે, કેવાં ધન્ય ભાગ્ય છે આ લોકોનાં!” ૪૦ વળી કહે છે કે જે માણસ સંત અને દેવને જુદા માને છે તે ખરો ચાંડાલ છે. જેની કહે છે કે એને બોલાવશે નહીં. એવાને તે રજસ્વલા સુધ્ધાં અડકતી નથી.૪૧ એક અભંગમાં તે “ગર્જના” કરીને કહે છે: “પંઢરીને જે.વારકરી તેના પગ મારા માથા પર છે. તે ભલે ઉત્તમ ગણાતા વર્ણન હોય કે ભલે ચાંડાલ હય, તેયે હું તેને ચરણે મારું માથું ધરીશ.”૪ર ઈશ્વરમાં એ કેવી તન્મય બની ગઈ હતી એ બતાવનારો એનો એક સુન્દર અભંગ છે, તેમાં કહે છેઃ “હું દેવ ખાઉં છું, દેવ પીઉં છું, દેવ ઉપર સૂઈ જાઉં છું, દેવ દઉં છું, દેવ લઉં છું, દેવ વડે વહેવાર કરું છું. દેવ અહીં છે, દેવ ત્યાં છે, દેવ વિનાને કેઈ કાલે કામ નથી. જની કહે છે કે આ વિઠાબાઈએ આખું વિશ્વ અંતબા ભર્યું છે, ને તે ઉપર બાકી રહી ગયાં છે!” ૪૩ આ સ્ત્રી, ને પાછી શ! “મહારાષ્ટ્રનાં
સ્ત્રી તેમાં એનું સ્થાન શું, એને વિષે એમ કહી શકાય કે, એક જ્ઞાનેશ્વરની બહેન મુક્તાબાઈને બાદ કરતાં, તે સર્વશ્રેષ્ઠ છે.” ૪૪
. તે વખતના આ સંતમંડળમાં ગરબા કુંભાર સૌથી વૃદ્ધ હતા, એટલે સહુ એમને ‘કાકા’ કહેતાં. જ્ઞાનદેવનાં ભાઈબહેન અને નામદેવ એ સહુએ, પોતે જ્ઞાનમાં કાચાં છે કે પાકાં તેની પરીક્ષા ગેરેબા પાસે કરાવી જોવાનું નક્કી કર્યું. ગોરબાએ માટલા પર મારવાનો ટપલે દરેક જણને માટે મારી જે, ને નામદેવને વિષે કહ્યું કે
આ હજુ કાચું ચાલું છે. તે પછી નામદેવે વિસબા ખેચર પાસે જઈ વધારે જ્ઞાન મેળવ્યું. - બીજા એક સંત સેના નાવી (વાળંદ) હતા. પોતાની જાત જણાવતાં તેમણે કહ્યું છે: “અમે તો બારીક હજામત કરનારા વાળંદ છીએ.”૪૫ તેઓ જે રાજાની હજામત કરતા તે રાજાને એમના સત્સંગને લીધે જ્ઞાન થયેલું; પછી તે હજામત કરાવવા બેસે ત્યારે દર્પણમાં મેહું જેવા જાય તે અંદર ચક્રપાણિ દેખાય; અને પાણીની વાટકીમાં પણ હરિનું દર્શન થાય. “આ પરથી સહુએ ભારે બેધ લેવા જેવો છે. ધંધે ગમે તે હેય, પણ જે મનમાં હરિનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com