________________
મહારાષ્ટ્રને સામે
૨૦૫ છોકરી તરીકે આવેલી, કામવાળી હતી. એના અભંગની ભાષા સાવ સાદી ને અતિશય મધુર છે. “એના અભંગમાં ભક્તનું માધુર્ય ને
ગનું ઊંડાણ બને છે; અને એના બધા અભંગ પ્રેમથી ભીંજાયેલા, સરળ, સહેલા ને અત્યંત પ્રાસાદિક છે. જનાબાઈની વાણુને કૃષ્ણનાથની મુરલીની જ ઉપમા દેવાનું મન થાય છે. એના ૩૫૦ જ અભંગ મળી આવેલા છે.”૩૩ તે શદ્રની છોકરી. મા મરી ગઈ એટલે બાપ છોકરીને નામદેવના બાપ દામાશેઠને ત્યાં મૂકી ગયો. જનાબાઈએ કહ્યું છે: “મા મરી ગઈ બાપ મરી ગયાં; હવે, હે વિઠ્ઠલ, મને તું સંભાળજે. તારી આ દાસી મંદ મતિવાળી છે. એને તારા ચરણ પાસે આશરે આપજે.” ૩૪ નામદેવના ઘર સામે જ વિઠેબાનું મન્દિર. જની ત્યાં ઘણી વાર જાય આવે. રાતે કેઈ ન હોય ત્યારે જઈ વિઠેબાનું ભજન કરે. વિઠાબાએ રાતે જનીને દર્શન દીધેલાં. ૩૫ એકવાર વિઠોબાની કંઠી બાવાઈ તેની ચોરીનું આળ જની પર આવ્યું. જનીએ ના પાડી. પણ ભગવાનને કરવું તે એણે ઓઢેલા ધેતિયામાંથી જ કંઠી સરી પડી. તેને મારવા બ્રાહ્મણોએ દંડા કાઢ્યા, તે વેળા વિઠેબાએ એને જીવ જતો બચાવ્યા. નામદેવ વિષે જનીને ઘણે જ પૂજયભાવ હતો. તેના ઘણા અભંગને છે. “નામયાચી જની', દાસી નામયાચી' એવા શબ્દો આવે છે. જનીનું આખું જીવન વિઠ્ઠલમય હતું. દળતાં ખાંડતાં પણ તે વિઠોબાના નામનું રટણ કરતી. તે રીસ ચડતી ત્યારે આંગણામાં ઊભી રહીને દાસી જની પ્રેમની ગાળો પણ દેતી.” ૩૭ વિઠ્ઠલ એના બારણામાં ઊભા રહેલા એને દેખાતા.૨૮ જની સાવરણથી કચરો કાઢતી. વિઠોબા તે કચરો ભરી લેતા, ને માથે ટોપલે ઉપાડી તે દૂર નાખી આવતા. એમ ભક્તને વશ થઈ તેમણે નીચ કામ કરવા માંડયાં. જની વિઠેબાને કહે છે કે “હું તારા ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકીશ?” ૩૯ બીજા એક અભંગમાં જની કહે છે: “દ્રૌપદીનું રક્ષણ કરનારા નારાયણ હતા. ગોરા કુંભારની સાથે તે પણ પોતાના શરીર પર કાદવ લાગવા દે છે. કબીરની પાછળ બેસીને તે શેલાં વણતાં વણતાં વાતો કહે છે. ચોખામેળા માટે તે ઢોર ખેંચે છે. જનીની સામે ધંટીએ બેસી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com