________________
૨૦૪
મહિપ્રવેશ અને સા . મૂક્વામાં આવ્યા! તે વેળાએ જ્ઞાનદેવ, જે આત્મારૂપે ત્યાં હાજર હતા, તેમણે બ્રાહ્મણને ઠપકે આપી કહ્યું: “ઈશ્વરને મન કઈ ઊંચું ને ? કેઈ નીચું નથી. તેની નજરે તે સહુ સરખાં છે. હું ઊંચી નાતને છું, ને માર પડેશી હલકો નાતન છે, એવો વિચાર કદી મનમાં લાવશો નહીં. ઊંચા તેમ જ નીચા સહુ ગંગામાં નહાય છે તેથી ગંગા અપવિત્ર થતી નથી, સહુ શ્વાસમાં પવન લે છે તેથી પવન અભડાતે નથી, સહુ ધરતી પર ચાલે છે એથી ધરતી અસ્પૃશ્ય થતી નથી.૨૮
નામદેવ ઉત્તરાવસ્થામાં પંજાબમાં જઈ રહેલા. હિંદીમાં તેમનાં પુષ્કળ પદો છે. ગુરુદાસપુર જિલ્લામાં માન નામનું ગામડું છે, ત્યાં નામદેવની પૂજાના ઠાકોરજી, તથા નામદેવની પાદુકા હજુ છે, ને તેની પણ પૂજા આજે છ વરસથી થાય છે. ત્યાંના હસ્તલિખિત ગ્રન્થમાં “નામદેવકી મુખબાની” નામનો ગ્રંથ છે. તેઓ એક પદમાં કહે છે: “હરિ હરિ કરતાં જાતિ અને કુળ હરાઈ જાય છે. એ હરિ આંધળાની લાકડી છે.૨૯ નામદેવને ઉલ્લેખ નરસિંહ મહેતાએ પણ કર્યો છે. એ હિંદી પદોમાં, તેમને અસ્પૃશ્ય દરછ ગણું એક મંદિરમાં પિસવા ન દીધા તેને લગતી એક બીજી પણ વાત છે. નામદેવ કહે છે: “હું હસતો ખેલતો તારે ઘેર આવ્યા. નામદેવ ભક્તિ કરતે હતો ત્યાંથી એને પકડીને ઉઠાડી મૂક્યો. હે જાદવરાય! મારી જાત હલકી છે એ ખરું, પણ તો તે મને દરજીની જાતમાં જન્મ શા સારુ આખ્યા પછી મેં મારી કામગી ઉઠાવી લીધી, દેરાની પાછળ જઈને બેઠે, ને ત્યાં ભજન કરવા લાગ્યો. જેમ જેમ નામદેવ હરિગુણ ગાય છે, તેમ તેમ દેરું ફરે છે, ને છેવટે તેનું બારણું પાછલી તરફનું – નામદેવ બેઠો છે તે બાજુનું – થઈ જાય છે.” “ભગવાને દે ફેરવીને બારણું નામા સામે રાખ્યું, ને પછીત પંડિતની સામે રાખી.” ૩૧ આ પ્રસંગ વિષે કબીરે પણ એક પદ લખ્યું છે.
આ દરજી નામદેવ તે જગતમાં થઈ ગયેલા મોટામાં મોટા સંતમાંના એક છે. ૩૨
નામદેવની સાથે નિકટના સંબંધથી જોડાયેલું નામ છે જનાબાઈનું. જનાબાઈએ નામદેવના ઘરમાં દળણું ખાંડણું કરનારી, અનાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com