________________
२०२
રિશ અને વગાડવું, વૈકુંઠનું સુખ ભૂતળ પર આપ્યું. વિઠ્ઠલસ્વરૂપમાં જ્ઞાનદેવ અને નામદેવ એક થવાથી, એટલે કે જ્ઞાનનું નામની જોડે તાદામ્ય થવાથી, જ્ઞાની અજ્ઞાની સર્વ લેકેની એકરૂપતા સધાઈ. મહારાષ્ટ્રમાં મરાઠાઓનાં રાજ્યો થયાં ને ગયાં, ફરી થશે ને જશે, પણ લાખે લોકોનાં હયમાં આત્મસુખની શીતળ છાયા પાડનારો જ્ઞાનેશ્વરી જેવો દેદીપ્યમાન હીરા એ મહારાષ્ટ્રનું અને મરાઠી ભાષાનું ચિરકાળનું પરમ એશ્વર્યા છે! ૧૮ - જ્ઞાનદેવના સમકાલીન અને તેમના પરમ મિત્ર સંત નામદેવ જાતના દરછ હતા. “નામદેવ નાનપણમાં બહુ તોફાની હતા, અને તેમનું આચરણ પણ ઘણું દુષ્ટ હશે એમ દેખાય છે. તેમણે ચોરની સાબતે ચડીને ઘણું વટેમાર્ગુને લૂટેલા, ને કેટલાકને ઠાર મારેલા પણ ખરા. શાળા ના સાવકા કાપડી તાવી વચારી રાત નાઓને મારિ | વહે છે મયમીત ૫ (બ્રાહ્મણ, કાપડી, ગરીબ, ભેળા, એવા ઘણા લોકોના જીવ લીધા. નામાએ ચોરાશી રાવત માર્યા. ચોમેર લોકો ભયભીત થઈ ગયા.) આ અભેર નામદેવને જ છે એમ માનીએ, તો વાલ્મીકિ ઋષિની પેઠે નામદેવ પણ એક કાળે વાટમારુ જ હતા એમ કહેવામાં વધે નથી. તે એક વાર અવઢામાં દેવદર્શને ગયેલા ત્યાં એક બાઈ પિતાના દીકરાને કહેતી હતી તે કરુણુ વચન તેમણે સાંભળ્યાં, અને એને ધણું પોતે મારે તેની ખબર પડી, તે પરથી નામદેવને જે દુઃખ થયું તેને લીધે અત્યંત વિહવળ થઈને તેમણે પિતાના માથા પર છરો માર્યો, અને લોહીની ધાર જઈને દેવ ઉપર ધરી. આ જ પ્રસંગથી તેમનું ધ્યાન એક વાર પ્રભુ તરફ વળ્યું તે વળ્યું. તે પંઢરપુર આવીને વિઠ્ઠલની ભક્તિ કરવા લાગ્યા.૧૯ નામદેવ નાનપણથી જ પ્રભુભક્ત હતા, એમ બીજા કેટલાકનું માનવું છે.૨૦
પિતાની જાતિનો ઉલ્લેખ કરતાં નામદેવે કહ્યું છે: “તુલસી કાદવવાળી જમીનમાં ઊગી છે, એટલા માટે એને અપવિત્ર કહેશો નહીં. પીપળો કાગડાની ચરકમાંથી ઊગે છે, એટલા માટે એને અમંગલ કહેશો નહીં. દાસીના દીકરાને રાજ્યપદ મળે, પછી એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com