________________
૧૯૨
મંદિર પ્રવેશ અને શાસે સુધી મારાથી આવી નહીં શકાય. તું જાણે છે કે હું પકવાનને ભૂખ્યો નથી પણ પ્રેમનો ભૂખ્યો છું. હવે તું મને પાછા બોલાવવા માગતે હેય, તો મારા વહાલા ભક્ત રધુને, એની પત્ની તથા માતા સાથે, અહીંથી નીલાચલ લઈ જા.' - રાજા તરત પિપલીગ્રામ જઈને રઘુ તથા તેની માતા અને પત્નીને નીલાચલ (પુરી) લઈ આવ્યો. એ લેકે પુરી પહેચ્યાં કે તરત ભેગમંડપના દર્પણમાં પ્રતિબિંબ દેખાયું. પુરીનરેશે મંદિરની દક્ષિણ તરફ એક સરસ ઘરમાં રઘુને રહેવાની ગોઠવણ કરી આપી.*
આ કથાઓમાં જે ચમત્કારની વાત આવે છે તેવા ચમકારે ખરેખર થતા હશે કે કેમ એની ચર્ચામાં ઊતરવાનું આ સ્થાન નથી. દુનિયાના બધા દેશોની ધર્મકથાઓમાં કંઈ ને કંઈ ચમત્કારની વાતે હેય છે. પણ એમાં કંઈ એ કથાઓનું ખરું તાત્પર્ય રહેલું નથી હતું. અહીં આપણે આ કથાઓમાંથી એટલે જ બેધ લેવાનો છે કે સમાજમાં જે જાતિઓ હલકી ગણાય છે તેમાં પણ પ્રભુના સાચા ભક્તો પેદા થઈ શકે છે. આપણું સ્મૃતિગ્રંથોના કહેવા પ્રમાણે તો કેવટ (વર્તા) એ પણ અંત્યજો’માંનો એક હાઈ અસ્પૃશ્ય! અને આજે એ ભક્ત જે આવે તો તેને મંદિરમાં પ્રવેશ ન જ મને ! જે વર્ગોએ આવા ભક્તો પેદા કર્યા છે તેમના તરફ આપણે પોતાને ઊંચા માની બેઠેલા લોકોએ, કેવું વર્તન રાખ્યું છે તે વિચારી જોતાં ગ્લાનિ અને શરમ સિવાય બીજી કઈ લાગણી ઊપજે એવી છે ખરી?
આ કથામાં કહ્યું છે કે એ કેવટને કેાઈ શુરુએ વૈષ્ણવધર્મની દીક્ષા આપી હતી. છતાં આજે ક્યાંક એવાં વચને કાને પડે છે કે અસછૂક અથવા હરિજનને વૈષ્ણવી દીક્ષા આપી ન શકાય ! આ તે બરાબર ન જ ગણાય. જેમિનિપુરાણમાં મોરધ્વજ રાજાના આખ્યાનમાં પણ કહ્યું છે કે “એ રાજાના રાજ્યમાં અંત્યજે પણ શંખ, ચક્ર આદિની છાપ ધારણ કરતા હતા. તેમને વૈષ્ણવધર્મની દક્ષિા મળેલી હતી, અને તેઓ દીક્ષિતેની પેઠે જ શોભતા હતા.પ બીજા એક ગ્રંથે તે આગળ જઈને એટલે સુધી કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com