________________
૧૯૦
મંદિર પ્રવેશ અને શા તે એમની શી વલે થાત?” રઘુને થયું, જમીનદારે ખાવાનું આપ્યું એ પણ પ્રભુની જ લીલા. મા અને પત્નીને પણ પ્રભુ પર વિશ્વાસ બેઠે.
રઘુ હવે પૂરો ભગત બન્યો. સવાર પડે કે કીર્તન કરતે કરતો ગામમાં ફરતો. ચૈતન્ય, હરિદાસ વગેરે પ્રભુભક્તો “હરિબોલ'ની એવી જ ધૂન મચાવતા નહતા? ને એમનાં એ સંકીર્તમાં તમામ જાતના લકે ભળતા નહતા? રઘુ કોઈની પાસેથી કશું માગતો નહતો, તેયે એના કુટુંબને પેટપૂર ખાવાનું મળી રહેતું. કીર્તન કરતાં એને ક્યારેક પ્રેમસમાધિ લાગતી. ગામના કેટલાક તેફાની છોકરા એની પાછળ પડતા ને એને સતાવતા. રઘુ કંઈ બોલતે નહીં. એટલે છોકરાઓનું સાહસ વધ્યું. તે ગાળો દેતા, ને ક્યારેક પથરા પણ ફેંકતા. તોયે રધુને ક્રોધ ચડતો નહીં. ભાનમાં હેય ને શરીર પર પથરા પડે તે ગુસ્સે થાય નહીં. પ્રેમસમાધિમાં હેય ત્યારે તે ભાન જ શાનું રહે?
- એક વાર એક અવળચંડા છોકરાએ રસ્તે ચાલતા રઘુને કાંટાળા લાકડાથી ખૂબ માર્યો. રઘુ જરાયે બોલ્યો નહીં. તેનું શરીર લેહીલુહાણ થઈ ગયું. પણ તેના મેંમાંથી એક કડવો શુકન નીકળે નહીં. ભગવાને જાણે એની પરીક્ષા કરી, ને તેમાં એ પાસ થયો. તે થોડે આગળ ગયો ત્યાં મારનારો છોકરે બેહોશ થઈ ધડીમ દઈને રસ્તા પર પડ્યો. લેકે ભેગા થઈ ગયા. માબાપ દોડી આવ્યાં, ને છોકરાને ઉઠાવી ઘેર લઈ ગયાં. છોકરાને જીવ નીકળી ગયો હોય એમ લાગ્યું. હાહાકાર થઈ ગયો. માબાપ છોકરાનું દુર્વર્તન જાણતાં હતાં. લેકે કહેવા લાગ્યા: “રઘુ જેવા ભગતને મારવાનું જ આ ફળ છે. એની આગળ ખોળો પાથરીને એની ક્ષમા માગો. એ જરૂર ક્ષમા કરશે.' માબાપે રઘુ પાસે જઈને કાલાવાલા કર્યા. રઘુને નવાઈ લાગી. ખેદ પણ થયો. તેણે કહ્યું: “અરેરે ! મારે કારણે છોકરાને જીવ જાય તે હું અપરાધી બનું. એ પાપમાંથી મારે છુટકારો શી રીતે થશે? એણે મને માર્યો એ વાત સાચી. પણ એ તે મારા કેઈ પાપનું ફળ હશે. એણે બાપડાએ મને ક્યાં માર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com