________________
૧૮૯
જગન્નાથના ભકતો - તેની જાળમાં એક મોટી લાલ માછલી આવી. માછલીને ત્રફડિયાં મારતી જોઈ તેને જીવ કપાઈ જવા લાગ્યો. વિચાર કરતાં કરતાં તે ધ્યાનમગ્ન થઈ ગયા. તેને માછલીમાં ભગવાન દેખાવા લાગ્યા. તેણે જોર કરીને માછલીનું મેં ઉઘાડયું. તે અંદરથી અવાજ સંભળાયો: “રક્ષા કર, નારાયણ, રક્ષા કર !” રઘુ ચકિત થયે. તે માછલી ઉપાડી વનમાં લઈ ગયો ને ત્યાં એક કુંડમાં મૂકી દીધી. ઘેર મા અને સ્ત્રી ભૂખ્યાં છે એ વાત ભૂલી ગયો. તેને થયું, માછલીમાંથી કોણ બોલ્યું? ભગવાન જ બોલ્યા હોવા જોઈએ. તો એ ભગવાન મને નજરોનજર કેમ દેખાતા નથી? તે ભગવાનનાં દર્શન કરવાનો નિશ્ચય કરીને નારાયણના નામને જાપ કરતો બેઠો. એમ કરતાં કેટલે વખત ગયો એનું પણ ભાન એને ન રહ્યું. એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યો ને તેણે પૂછયું : “ અરે તપસ્વી! તું કોણ છે? આ ઘોર વનમાં એકલે તપ શા માટે કરે છે? તારું નામ શું છે? તું કઈ જાતને છે? ક્યારને અહીં બેઠે છે?’
રઘુએ બ્રાહ્મણને કહ્યું : “બાપજી, આપને હું પગે લાગું છું, હું કહું છું ને કેમ બેઠો છું એ જાણવાની આપને શી જરૂર ? આપ આપને રસ્તે ચાલ્યા જાઓને! વાત કરવાથી મારા કામમાં ખલેલ પડે છે.'
ઘેડી વાતચીત પછી ભગવાને રધુને ચતુર્ભ જરૂપે દર્શન દીધું. ભગવાને કહ્યું: “વર માગ.” રઘુ કહેઃ “હવે માગવાનું શું બાકી રહ્યું? હું હવે પછી જાણી જોઈને તે માછલી નહીં જ મારું. પણ અમારી જાતને એ સ્વભાવ રહ્યો. એટલે કોક વાર માછલ્લી મારવાનું મન થઈ આવે તો? માટે, હે પ્રભુ, મારે એ સ્વભાવ જ તમે હરી લે.” ભગવાન “તથાસ્તુ' કહીને અન્તર્ધાન થઈ ગયા. - રઘુને હવે દુનિયામાં બધે ભગવાનનાં જ દર્શન થવા લાગ્યાં. તે ચાલતો ઘેર પહોંચ્યું. લકે ઠપકે દેવા લાગ્યા કે “અલ્યા, માબૈરીને ભૂખ્યાં મૂકીને ક્યાં ભટકવા ગયો હતો? તારો હરિ કંઈ એમનું પેટ ભરી દેવાનો હતો? જમીનદારે ખાવાનું ન આપ્યું હોત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com