________________
મંદિર પ્રવેશ અને શાસે બાદશાહ આ બધું જોઈને તાજુબ થયો. તેણે પરમેઢીને સારા વસ્ત્રાભૂષણ પહેરાવી હાથી પર શહેરમાં ફેરવ્યો, ને તેને ખૂબ ધન આપ્યું. પણ પરમેથીને થયું કે આ માનપાન ને કીર્તિથી તેની ભક્તિમાં વિધ આવશે. તે દિલ્હી છોડી કે બીજા શહેરમાં જઈ રહ્યો.
આ દરજીની જાતને પણ મૃત્યર્થસારે “અંત્યજ'ની યાદીમાં મૂકી છે! પણ એક ભક્તિગ્રંથે તે કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે બીજો કોઈ પણ માણસ, જેનામાં વિષ્ણુને વિષે ભક્તિ ભાવ હોય, તે સર્વ મનુષ્યમાં ઉત્તમોત્તમ છે.”૩ અહીં ઉત્તમ ગણવા માટે અમુક એક જાતિમાં જન્મવાની જરૂર નથી.
૩. રઘુ માછી - રઘુ જાતને માછી હતે. જગન્નાથપુરીથી દસ ગાઉ પર આવેલા પિપલીટી ગામમાં રહેતો હતે. ઘરમાં ઘરડી મા અને પત્ની સિવાય કેઈ નહોતું. રઘુ રોજ માછલીઓ પકડી લાવીને વેચતે, ને તેમાંથી કુટુંબને નિર્વાહ થતો. રઘુને પૂર્વજન્મના કંઈ સંસ્કાર સારા હશે, તેથી આ ધંધે કરતાં પણ તેને ભગવાનનું સ્મરણ ફરી ફરી થઈ આવતું. જાળમાં સપડાયેલી માછલીઓને તડફડિયાં મારતી જોઈ તેને દયા આવતી. આ વિચાર મનમાંથી કાઢી નાખવા ઘણુંયે કરે, પણ તે ફરી ફરી મનમાં આવ્યાં કરે તેના મનમાં ધીરે ધીરે વૈરાગ્ય ઊપજવા લાગ્યો. તેણે એક દિવસ
ગ્ય ગુરુ પાસે વૈષ્ણવધર્મની દીક્ષા લીધી. તુલસીની કંઠી ધારણ કરી. પછી તે રોજ સવારે નહાય, ભગવાનનું નામ જપે, ભાગવતની કથા સાંભળે, ને સત્સંગ કરે. તેને સ્પષ્ટ ભાન થવા લાગ્યું કે જીવમાત્રમાં ભગવાન છે. એ જીવની હત્યા કેમ કરાય? પણ પિતાનું ને કુટુંબનું પિષણ કરવાનું રહ્યું, ધંધે માછીને રહ્યો, એટલે હિંસા ન કરે તે કરે પણ શું? રઘુ મનમાં પ્રાર્થના કરેઃ “હે પ્રભુ! આ હત્યાના કામમાંથી મને છોડવ.” તેણે માછલીઓ પકડવી છોડી દીધી. પણ થોડા દિવસમાં મા અને બૈરીને ભૂખે મરવા વખત આવ્યું. એટલે રઘુને ફરી કમને પણ માછલી પકડવા જવું પડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com