________________
જગન્નાથના કરો પરમેષ્ટીએ ઘણું સમજાવ્યું, પણ બાદશાહ એકને બે થયો નહીં. તેણે દરજીને કેદખાનાની અંધારી કોટડીમાં પુરાવી દીધા. બહાર સખત પહેરો બેસાડ્યો.
ભગવાનને આ વાત થોડી અજાણી હતી? તે તે પહોંચ્યા કેદખાનામાં. મધરાત થઈ ગઈ છે. પહેરાવાળા હજુ જાગે છે. ત્યાં જગન્નાથજી કેદખાનાના દરવાજા પર આવી પહોંચ્યા. પહેરાવાળા પર ઘારણ નાખી અંદર પેઠા. કોટડીનાં બારણું ખૂલી ગયાં. પણ પરમેકીને એની ખબર ક્યાંથી હોય? એ તો ભગવાનના નામનું રટણ કરતો રતો હતો. ભગવાને માટે સાદે હાક મારીઃ “પરમેષ્ટી !” " પરમેષ્ટી ચેકી ઊઠ્યો. આંખ ખોલીને જુએ તો અંધારી કોટડીમાં ઝગઝગાટ થઈ રહ્યો છે. સામે સાક્ષાત જગન્નાથ ઊભા છે. જેવી મૂર્તિ પુરીના મન્દિરમાં છે તેવી જ અહીં ઊભી છે. પ્રભુ એક હાથે પરમેથીને અભયદાન આપે છે, ને બીજે હાથે સુદર્શન ચક્ર ફેરવી રહ્યા છે. એકાએક હસીને પરમેષ્ઠીને કહે છે: “જેને મારી સહાયતા છે તેને શી બીક છે? જે આ મારું સુદર્શન ચક્ર. કોઈ માણસ ભલેને ગમે તેટલે જોરાવર હોય, પણ મારે ભક્ત સહુથી જોરાવર છે. આવ, વત્સ, આવ !'
. પરમેથી કહેઃ “નાથ! હું તો મહાપાપી, મહાઅધમ છું. હું ભગવાનની પાસે જવાને એમ ક્યાં છું?”
જગન્નાથે પરમેષ્ટીના શરીરને સ્પર્શ કર્યો. તેની કાન્તિ બદલાઈ ગઈ, અને તે આનન્દસાગરમાં મગ્ન થઈ ગયે. .
બીજી તરફ જગન્નાથ બાદશાહને સ્વપ્નમાં સારી પેઠે માર મારીને નીલાચલ ચાલ્યા ગયા. બાદશાહ જાગી ઊઠ્યો. જુએ તે કોઈ ન મળે. પણ શરીર મારને લીધે કળતું હતું. એ કંઈ સ્વપ્ન ન હોઈ શકે! પોઢ થયું. બાદશાહે વિશ્વાસુ માણસને બોલાવ્યા, ને રાતની વાત કરી. સહુ કેદખાને પહોંચ્યા. ત્યાં પહેરાવાળા હ. ઊંઘે છે; બારણાં ઉઘાડાંફક પડ્યાં છે; પરમેથીના હાથમાં હાથકડી નથી; તેનું રૂપ પણ જાણે બદલાઈ ગયું છે. તે ધ્યાનમાંથી જાગ્યો ત્યારે પ્રભુને સામે ન જોતાં વ્યાકુળ થઈ ગયો ને તેના નામનું રટણ કરવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com