________________
ચૈતન્ય
૧૫
ઊ'ચનીચને ભેદ ગણુવે નહીં. એનેા દાખલા મેસાડવા માટે તેણે શખર વિશ્વાવસુની દીકરી લલિતાને વિદ્વાન પંડિત વિદ્યાપતિ જોડે પરણાવી. આજે જગન્નાથના ભક્તોમાં અગ્રેસર ગણાતા પતિ મહાપાત્રો એ યુગલના વંશજ છે. જે લેાકેા આજે દૈતપતિને નામે ઓળખાય છે ને જેમના દિર ઉપર કુલ અધિકાર છે તેએ શખર વિશ્વાવસુના વંશજ છે તે જગન્નાથના જાતિ" મનાય છે. જ્યારે જગન્નાથે દેહાન્તર કર્યું મનાય છે ત્યારે આ લેાકેા મરેલા માણસની ઉત્તરક્રિયા કરે એવી ક્રિયા કરે છે. એવી ક્રિયા કરવાનેા અધિકાર બીજા કાઈ ને નથી. ઇંન્નુન્ન રાજાના વખતના તાત્રપટ પર લખેલા લેખમાં તેમને આ અધિકાર આપવામાં આવેલે છે.
રાજાએ જ્યારે મંદિરની સેવાપૂજા માટે ધારાધેારણ ઘડવાં ત્યારે તેણે ૩૬ જાતિઓના માણસને સેવામાં લીધા, જેથી કાળાન્તરે એવા અર્ધાં ન કરવામાં આવે કે એકલા શખરને જ મન્દિરમાં જવાને અધિકાર છે ને ખીજાને નથી. મંદિરના અંદરના ભાગમાં સેવા કરવાને અધિકાર સવ વર્ષોંના હિંદુએતે છે. રાજાને એવુ સિદ્ધ કરવું હતું કે જાતિ જાતિ વચ્ચે ભેદ નથી, અને 'દિરમાં જઈ ભગવાનનાં દન કરવાના અધિકાર કાઈ પણ હિંદુને છે. એ પ્રથા અખંડિત ચાલતી આવી છે, તે આજે પણ કાયમ છે. ભંગી, પેંડા, બાવરી, હાડી, ચમાર, ધેાબી, દરેક જાતને ભગવાનની સેવામાં કઈંક કામ નિયત કરી આપેલુ છે, તે તે કામ તે જાતના માણુસાઁ કરે છે. કાઈ પણ પ્રકારની સેવા બીજી સેવા કરતાં ચડિયાતી કે ઊતરતી ગણાતી નથી.
જાણે આ વસ્તુને વિષે જરા પણ શંકા ન રહે એટલા માટે, અને જીવમાત્રની એકતા સ્થાપિત કરવાને સારુ, જગન્નાથને ધરાવેલા નૈવેદ્યને કૈવલ્ય ' એટલે એકત્વ કહેવામાં આવે છે; અને એ નવેલના પ્રસાદ લેવાની કાઈ પણુ માણુસ, ઊંચનીચના ભેદને કારણે ના પાડતું નથી. સ જાતિના માણસા એક હારમાં બેસીને ખાય છે. આ પ્રથા ત્યાં ઘણુા લાંબા વખતથી ચાલતી આવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com