________________
મંદિર પ્રવેશ અને શા ભ્રષ્ટ કરી રહ્યો હતો એ લાગણી એના મનમાંથી ખસતી નહતી. પ્રવાસ પૂરે થતા પહેલાં એણે મનમાં સંકલ્પ કરી લીધું કે એ શબર અસ્પૃશ્યને ભગવાન પાસેથી દૂર ખસેડો. આવા વિચાર કરતો કરતો તે સીધો ને લાચલને શિખરે પડે. પણ જુએ છે તે ગુફામાંથી નીલમાધવની મૂર્તિ અલેપ થઈ ગયેલી! નીલમાધવ અંતર્ધાન થઈ ગયા હતા. રાજા બહુ દુઃખી થયો. એણે વિદ્વાન વિદ્યાપતિને પૂછયું. વિદ્યાપતિએ કહ્યું: “તમે શબર વિશ્વાવસુને અસ્પૃશ્ય ગણીને મનમાં તેને તિરસ્કાર કર્યો છે. પણ એ તે મહાભત છે, ને એણે નીલમાધવની અપાર કૃપા મેળવી છે. તમે મનમાં ઊંચનીચભાવને આવવા દીધે, તેથી ભગવાન તમારી નજર આગળથી અદશ્ય થઈ ગયા. તમારે ઉપવાસ કરીને શુદ્ધ થવું પડશે, ને વિશ્વાવસુ જે તિરસ્કાર તમે કર્યો છે તેનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. પછી જ્યારે તમારા મનમાંથી ઈશ્વરનાં બાળકે વિષે ભેદભાવ પૂરેપૂરો ભંસાઈ જશે ત્યારે તમે નીલમાધવનાં દર્શન કરી શકશે.'
રાજાએ નમ્રતા ને પશ્ચાત્તાપથી માથું નીચું નમાવ્યું, અને વિદ્યાપતિની શિખામણ પ્રમાણે આચરણ કરવા માંડયું. તેણે કેટલાયે દિવસના ઉપવાસ ક્ય, ને મનમાંથી ઊંચનીચભાવ સમૂળગે ભૂંસી નાંખ્યો. તે પછી તરત જ નીલમાધવે એને સ્વપ્નમાં દર્શન દીધાં ને કહ્યું: “તું મને હવે અહીંયાં નહીં જુએ. કાલે સમુદ્રકાંઠે જજે. ત્યાં તને એક મેટે લાકડાને પાટડો દેખાશે. એ મારી અહીંની મૂર્તિને અવશેષ હશે. એ પાટડામાંથી તું ચાર મૂર્તિ બનાવડાવજે. તારા રાજ્યના એકેએક માણસના મનમાંથી ઊંચનીચભાવ પૂરેપૂરો કાઢી નાખજે, ને મહાભક્ત વિવાવસુને ન્યાય કરજે.' બીજે દિવસે પરેઢિયે રાજા લાવલશ્કર સાથે સમુદ્રકાંઠે જઈને જુએ છે તે એક માટે લાકડાને પાટડો પડયો છે. ભગવાને કહ્યા પ્રમાણે તેણે એમાંથી ચાર મૂર્તિઓ બનાવડાવી – એક જગન્નાથની, બીજી બલભની, ત્રીજી સુભદ્રાની, ને ચોથી સુદર્શન ચક્રની. નીલાચલ પર એક મંદિર બંધાવ્યું, ને તેમાં ચારે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. તમામ પ્રજાજનોને હુકમ મોકલ્યા કે રાજયમાં કેઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com