________________
કેટલાક પ્રસિદ્ધ સંપ્રદાયના સ્થાપક વિષે પણ આ પુસ્તકમાં લખેલું છે. તેની પાછળ અત્યંત આદર અને પૂજ્યભાવની વૃત્તિ રહેલી છે એ જુદું પુરવાર કરવાની જરૂર ભાગ્યે જ હેય. એ લખાણ સંપ્રદાયના – અર્થાત જેણે સંપ્રદાયની કંઠી બાંધી હેય એવી – માણસનું નથી, એટલા કારણસર તે તે સંપ્રદાયના અનુયાયીઓ એ વિષે વિચાર કરવાની ના પાડે એવું તો બનવાજોગ નથી. આપણું ધર્મગુરૂનાં જ વચન સંપ્રદાય બહારના માણસે કાઢીને રજૂ ક્ય હોય તેથી તેમાં શું ફરક પડે છે? ઊલટું આપણને તો આનંદ થવો જોઈએ કે આપણા મહાન ધર્મસ્થાપકનાં વચન બીજાઓને પણ આદરપાત્ર લાગે છે. વળી સંપ્રદાયને ખરો માણસ તે તે ગણાય જે મૂળ સ્થાપકનાં વચનને વાંચે, વિચારે ને અનુસરે; કંઠી બાંધવી ન બાંધવી એ મહત્ત્વની વાત નથી. કંઠી બાંધ્યા વિના પણ વલ્લભાચાર્ય કે સહજાનંદ સ્વામીના સાચા અનુયાયી થઈ શકાય છે. સૂર્યનું ઉપસ્થાન કરવાનો અધિકાર માણસમાત્રને છે, તેમાં કેઈને આગ હક નથી. આ મહાન ધર્મસ્થાપકે પણ સૂર્યના જેવા છે. તેમને વંદન કરવાનો અધિકાર કોઈને નથી એમ કેમ કહી શકાય? અથવા કહે કે તેઓ હિમાલયનાં શિખરો જેવા છે. એમના ઉપદેશમાં ગંગોત્રીમાંથી નીકળતી ગંગા જેવી વિશુદ્ધિ ને નિર્મળતા કેટલી બધી દેખાય છે. એના મર્મને આપણે અનુસરીએ તે ઘણું સારું, એટલું જ આ પુસ્તકમાં કહેવાનો આશય રખાયા છે. આપણે ગમે તે સંપ્રદાયના હેઈએ તોયે બીજા સંપ્રદાયના સ્થાપકો વિષે આપણે આદર રાખવો ઘટે છે. ગાંધીજીએ કહ્યું છે કે “સંપ્રદાય ઘણું છે, પણ ધર્મ તો એક જ છે.”
આ પુસ્તક સદ્ભાગ્યે મંગલ પ્રસંગે પ્રસિદ્ધ થાય છે. મહારાષ્ટ્રમાં સ્વરાજ સ્થપાયું ત્યારે રામદાસ સ્વામીએ ગાયેલુંઃ “આજે દેશમાં સદાનંદનો ઉદય થયો છે. સુખ ને સંતોષ ફેલાયાં છે. પરાધીનતા ગઈ છે. એક પ્રચંડ સત્તા દેશમાંથી ચાલી ગઈ છે.”
सदानंदी उदो जाला । सुख संतोष फावला । पराधेनता गेली । सत्ता उदंड चालिली ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com