________________
૧૮
आम्ही ही तेचि ब्राह्मण । दुःखें बोलिलें हे वचन ॥ प्रसंगें बोलिलें स्वभावें । मा केले पाहिजे ॥
વાસણોધ ૬૪; ૭; ૨૮, ૪૦, એમ “સનાતની” ને “સુધારક” બંને એક નાવમાં બેઠેલા છે. બંને સાથે જ તરવાના કે ડૂબવાના છે. વળી આપણને આજે જેમની જોડે મતભેદ દેખાય છે તેમના વિચાર કઈ પળે એકાએક બદલાશે એ વિષે આપણાથી શું કહી શકાય? દક્ષિણ ભારતને તાજે દાખલો આપણી નજર સામે છે. એટલે કોઈ વક્તા કે લેખક એવું અભિમાન ન રાખે કે અમારા બેલવા કે લખવાથી આવું મતપરિવર્તન થયું. એ પરિવર્તન તો તે માણસનાં હદયમાં બેઠેલો આત્મારામ જાગશે ત્યારે જ થવાનું છે. ભાષણો ને લેખો તો એ માણસોનાં હદય અને આત્માને સ્પર્શ કરવાના અલ્પ પ્રયત્નરૂપ છે. તેથી વાચકે જોશે કે આ પુસ્તકમાં આપણું મહાન આચાર્યો ને ધર્મવેત્તાઓનાં વચનો આપવા ને તેનો મર્મ સમજાવવા ઉપરાંત બીજે ઉપદેશ કયાયે આપેલું નથી. એ કશે ઉપદેશ આપવાનો આ લેખકનો તો અધિકાર નથી જ.
એક નમ્ર વિનંતી બીજી પણ છે. આ પુસ્તક અનેક શાસ્ત્રોના હાથમાં જવા સંભવ છે. તેમને પ્રાર્થના છે કે તેઓ તરત ખંડનમંડનમાં ઊતરી ન પડે, પણ શાંતિપૂર્વક આખું પુસ્તક વાંચી વિચાર કરે. ખંડનમંડનથી ભરેલા “શાસ્ત્રાર્થે' આપણા દેશમાં ઓછા નથી થયા. એમાં ઘણે ભાગે સત્યાન્વેષણ કરતાં સામા પક્ષ પર વિજય મેળવવાની ઇચ્છા વધારે હોય છે. એવા “શાસ્ત્રાર્થ'. ને આપણું ન્યાયશાસ્ત્ર પણ નાપસંદ કર્યો છે. સત્ય શોધવાની વૃત્તિથી કરેલી વિચારોની આપલે તે “વાદ'; અને પ્રતિપક્ષ પર વિજય મેળવવાની ઈચ્છાથી કરેલી ચર્ચા તે જલ્પ'. વાદને એ શાસ્ત્રમાં પસંદ કરી જલ્પને વિષે અરુચિ બતાવેલી છે. વળી અહીં તે.
જલ્પ' કરીને ખંડન પણ આપણા મહાન આચાર્યો ને સાધુસંતોનાં વચનોનું જ કરવાનું છે, એ ભૂલવું ઘટતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com