________________
દિલ દુખાય એવું કશું લખવું નહીં. વિચારોના વિનિમયથી માણસોનાં દિલ દુખાતાં નથી, પણ તીખી ટીકા અને વાષ્પહારથી દુખાય છે ખરાં. એવાં વાખાણથી લાભ કશો જ થતો નથી. આ સંયમની મર્યાદા અહીં ઠીકઠીક અંશે જળવાઈ છે એ વિશ્વાસ છે. આ પુસ્તક વડે કાઈ પણ પક્ષ ઉપર વાદવિવાદમાં જીત મેળવ્યાનો આનંદ લેવાને નથી. આપણે તો વિનય અને સરળતા વડે તેમનાં મન જીતવાં છે. આપણા વિચારો કેઈને અળખામણા હોય ને એ કારણે તે નારાજ થાય એનો ઉપાય નથી. પણ એમાં આપણે વાકપ્રહારથી વધારે ન કરીએ. એટલા માટે ગાંધીજીએ એક વાર કહેલું :
“સુધારકો જે માને કે તેઓ સનાતનીઓ કરતાં ચડી ગયા કેમ કે તેમને જ્ઞાન થયું ને પેલા અંધારરૂપમાં પડેલા છે, તે તે સનાતનીઓનાં હાડને પલાળી નહીં શકે. . . મનુસ્મૃતિના બેચાર શ્લોક ટાંકીને સુધારક જે બતાવે કે સનાતનીઓ ઉપર વિજય મેળવ્યો, તે એમ વિજય નથી મળવાને. જેમ જેમ આપણને આ વિષયની મહત્તાનું જ્ઞાન થતું જાય તેમ તેમ આપણામાં નમ્રતા આવવી જોઈએ, સનાતનીઓ વિષે આદર પણ વધવા જોઈએ. આદર શાને માટે? એમનામાં કેટલાક પાખંડી છે, ધર્મને નામે પાખંડ ચલાવે છે, એને ઉલેખ હું કોઈ જગ્યાએ કરી ચૂક્યો છું. એવું પાખંડ તે જગતમાં રહેવાનું. પણ હું નથી માનતે, ને સુધારકો પણ નથી માનતા, કે સનાતનીમાત્ર પાખંડી છે. સનાતનીઓમાં કેટલાયે શુદ્ધ હૃદયથી એમ માનનારા છે કે આજે જેમ અસ્પૃશ્યતા ચાલે છે તેમ ચાલવી જોઈએ, ને તેમ ન થાય તે સંકર પેદા થશે. ઘણું વખતથી ચાલતી આવેલી વસ્તુને માણસે ઝટ કાઢી નથી શક્તા. એવું અસ્પૃશ્યતાને વિષે છે. ને એને તે વળી આપણે ધર્મ માનીને ચલાવેલી છે. તેથી હું સુધારકોને વિનંતી કરું છું કે તમે સનાતનીઓની નિન્દા ન કરતા. તેમની પાસે તમારા કેસ રજૂ કરજો; પણ વિનય, મર્યાદા, નમ્રતા નહીં ચૂકતા.” (હરિજનબંધુ, ૮-૭–૩૪).
રામદાસ સ્વામી પણ બ્રાહ્મણોની દુર્દશા જોઈ ઊકળી ઊઠેલા, ને તેમણે સખત વાણપ્રહાર કરેલા. પણ પછી દુઃખ અને નમ્રતાથી કહ્યું: “હું પણુએ એક બ્રાહ્મણ જ છું ને? મેં જે કંઈ વચન કહ્યાં છે તે તો અતિશય દર્દથી કહ્યાં છે. પ્રસંગ જોઈને મારા મોંમાંથી સ્વાભાવિકપણે એ બેલ નીકળી ગયા છે. તેની તમે ક્ષમા કરજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com