________________
છે. * ધર્મમાં આવી હીન સંકુચિત વસ્તુઓને સ્થાન ન હય, એમ એવા માણસને જુદું સમજાવવું પડતું નથી. તેમ જ હિંદુ ધર્મને ઉપહાસ કરનારને પણ આમાંથી ઘણું જાણવા વિચારવા જેવું મળી રહેશે. જે ધમેં આવા મહાગ્રન્થ ને મહાપુરુષો ઉત્પન્ન કર્યા છે તે તે અત્યંત આદરને જ પાત્ર હોઈ શકે. ગાંધીજીએ કહ્યું છે : “કઈ પણ ધર્મની પરીક્ષા તેના ખરાબમાં ખરાબ નમૂના પરથી નહીં, પણ તેણે ઉપજાવેલા સર્વશ્રેષ્ઠ નમૂનાઓ પરથી જ થવી જોઈએ, કેમ કે તે નમૂના જ આપણે માટે સુધારવાના નહીં તો અનુસરવાના આદર્શરૂપ ગણી શકાય.” (હરિજનબંધુ, ૧૯–૭–૩૬) એટલે મને લાગે છે કે હિંદુ ધર્મની વિશાળતા, ઉદારતા, ને ભવ્યતા બતાવનારાં કેટલાંક પ્રકરણ વિના આ પુસ્તક અધૂરું જ રહ્યું હત.
આ પુસ્તક શાસ્ત્રને ઉપહાસ કરનાર નર્યાં બુદ્ધિવાદી સુધારકની દષ્ટિએ નથી લખાયું, પણ શાસ્ત્રને વિષે અંદર ધરાવનાર ભાવિક હિંદુની દૃષ્ટિએ લખાયું છે, એ વાતની સાક્ષી હવે પછીનાં પાનાં પૂરશે એવી આશા છે. જે જે વચનોને નિર્દેશ કર્યો છે તે સર્વ મૂળ વચન આખાં, પૂરા સ્થળનિર્દેશ સાથે, ટિપ્પણમાં આપ્યાં છે; જેથી એના જે અર્થે પુસ્તકમાં આપ્યા છે તે ખરા છે કે ખોટા, અને સરળ રીતે કર્યો છે કે મારીમચડીને કર્યો છે, તેની પરીક્ષા સુજ્ઞ વાચકે જાતે કરી શકે તેમ જ ધારે તે તે તે મૂળ ગ્રન્થો ઉઘાડીને વધારે કટી પણ કરી શકે. મૂળ વચનના શબ્દોને મારીમચડીને અર્થો કાઢ્યા હોય, તે તે વચન વિવેચકના પક્ષને મજબૂત બનાવવાને બદલે ઊલ્યાં તેને નબળો પાડે છે. સત્યની આવી આકરી કસટીમાંથી પાર ઊતરે તે જ પક્ષ સાચે ગણાય.
આ પુસ્તક લખતાં મનમાં લગભગ એક પ્રતિજ્ઞા કરી હતી કે કઈ પણ વર્ગને ઉતારી પાડવા જેવું દેખાય, અથવા કે માણસનું
* पन्नापासादमारुयह असोको सोकिनि पजे । पब्बतट्ठो च भुम्मटे धीरो बाले अवेक्खति॥
धम्मपद २८.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com