________________
વલભાચાય
૧૩૯ તેઓ હદયની કેટલી સમતા સાચવી શક્યા છે તે એમના પુત્ર ઉપર લખેલા આ પત્ર ઉપરથી જણાશે. ૨૦
આ ૨પર વૈષ્ણવોમાં એક અલીખાન પઠાણ મેટા અધિકારી હતા. તેમણે ને તેમની દીકરીએ વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રવેશ કરેલો. વિઠ્ઠલનાથજી ગોકુળમાં કથા કરતા તે સાંભળવા પઠાણ નિયમિત રીતે આવતા ને બહુ ધ્યાનથી કથા સાંભળતા. ચહુ નામનો એક ભંગી ગોવર્ધન ગિરિમાં રહેતો હતો. તેને વિષે એવી વાર્તા આપી છે કે તે વનમાં ઘાસ ખોદવા જતો ત્યાં તેને ભગવાન (શ્રીનાથજી ) દર્શન દેતા, ને તેને વનની વાત કહેતા. આવી રીતે શ્રીનાથજીનાં દર્શન ન થાય તે દિવસે ચહુડો અન્નજળનો ત્યાગ કરે. આ વાત જાણું, શ્રીગુસાંઈજીએ (શ્રીવિઠ્ઠલનાથજીએ) બધા માણસોને આજ્ઞા કરી કે मंदिरमा ज्यारे राजभोगनी माळा बोले त्यारे चहुडा भंगीने प्रथम दर्शन आपवा: अने ते मन्दिरमाथी बहार जाय पछी बीजा लोकोने दर्शन करावा. એ પ્રમાણે મન્દિરમાં બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. એક દિવસ, ચહુડાથી વખતસર અવાયું નહીં. તે આવ્યા ત્યારે મન્દિરને તાળું વસાયેલું જોયું. તે બહુ જ ઉદાસ થયે. તેને તાવ ચઢી આવ્યો, ને તે મન્દિર, પાછળ જઈને પડી રહ્યો. વાર્તા કહે છે કે તેની વિરહ વેદના જાણી, • શ્રીનાથજીએ છડી હાથમાં લીધી, તેનાથી પાછલી ભીંત ખેદી તેમાં
બારી પાડી, ને તેમાં થઈ ચહુડાને અંદર બેલાવી લીધો. આ પ્રસંગ પછી શ્રીવિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે ચહું ગમે તે વખતે આવે તો પણ તેને સૌથી પહેલો દર્શન માટે મન્દિરમાં દાખલ કરવો ને હંમેશાં તેને પાતળ ધરવી. એક પઠાણના દીકરાએ શ્રદ્ધાથી કંઠી બાંધેલી. માબાપે તેની સામે બાદશાહ પાસે ફરિયાદ કરી. પઠાણના • દીકરાએ તેનું પણ ન માન્યું, ત્યારે બાદશાહે તેનું માથું કાપવાનો. હુકમ કર્યો, ને તલવાર મંગાવી. પઠાણનો દીકરો કહે : “આ મારી પાસે તલવાર છે, તેનાથી જ મારું માથું કાપી નાખોને ! બીજી તલવારની શી જરૂર છે?” તેની આ અવિચળ શ્રદ્ધા જોઈ બાદશાહ રાજી થયો. મેહે ઢીમર નામનો એક માછી પણ પ્રભુભક્ત થયેલ. ધૂંધી નામનો એક મુસલમાન ગાયક વૈષ્ણવ થયેલ તે મન્દિરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com