________________
૧૪૦
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર ગાયન કીર્તન કરતા, ને તેણે પ્રભુભક્તિનાં અનેક પદો બનાવેલાં છે. -રસખાન નામના એક મુસલમાન ભક્તને શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રીનાથજીના મન્દિરમાં પ્રવેશ કરાવેલ, અને પ્રસાદ પણ આપેલ. રસખાને -અનેક પ્રકારનાં કીર્તન, કવિત અને દેહા પણ બનાવેલાં. મોહને નામનો ભંગી શ્રીગોવર્ધનમાં રહેતો હતો. તે વિલછુકુંડ પર ઘાસ ખોદવાને જતો. સામે શ્રીનાથજીનું મંદિર હતું, તેમાંથી શ્રીનાથજી હંમેશાં આ જગા જોઈ શકતા. અધિકારીએ એક વાર આડી ભીંત કરવાથી શ્રીનાથજીને કુંડ જોવામાં અડચણ આવી. કેમ કે અત્યાર સુધી તે શ્રીનાથજી મોહના ભંગીને જોતા, ને ભંગી શ્રીનાથજીને જોઈ શકતો. ભંગીને શ્રીનાથજીએ સ્વપ્નામાં કહ્યું કે “તું ગોકુળ જા, ને શ્રીવલ્લભજીને કહી આ ભીંત પડાવી નંખાવ. તું એમને કહેજે કે તમારું નામ શ્રીગોકુળનાથજી છે, એમ શ્રીનાથજીએ મને કહ્યું છે. આ નિશાની પરથી તેઓ તારું કહ્યું માનશે.” ભંગી ગોકુળ ગયો. સિંહદ્વાર આગળ જઈ પિળિયાને કહ્યું: “શ્રીવલ્લભજીને ખબર આપ કે એક ભેગી આપને વિનંતી કરવાને ઊભો છે.” પળિયાએ જવાની ના પાડી. લેકે ભંગીને ધમકાવી દૂર ખસેડવા લાગ્યા. શ્રીવલ્લભજી લેને એકઠા થયેલા જોઈ ત્યાં આવી ચડ્યા. મેહનાએ તેમને વાત કહી, ને નિશાની પણ આપી. એ સાંભળી શ્રીવલ્લભજીના હર્ષનો પાર રહ્યો નહીં. તેઓ ઊઠયા, ઘણું આનંદના આવેશમાં આવી જઈને ભંગીને ભેટવ્યા, ને મોટો ઉત્સવ માન્યો. પછી પેલી ભીંત તેમણે પાડી નંખાવી. દયારામે કહ્યું છે :
પચ ભલેરો જેને કૃષ્ણઆસક્તિ, મન કર્મ વચને કરે હરિભક્તિ; ફલ સહિત શ્રેય પામે તેહ, વિપ્ર શકે ન કરી શુચિ દેહ,
સ્ત્રી શિક વગરેને વેદ નહીં ભણાવાય, એમ કહેવામાં આવ્યું ત્યારે ભક્તિમાર્ગના પ્રવક્તાએ કહ્યું કે “તે અમે ઇતિહાસ –એટલે કે રામાયણ મહાભારત–અને પુરાણ મારફતે શ્રુતિમાં રહેલું જ્ઞાન એ લેકેને આપીશું. વેદના શબ્દ ભલે તમારે એમને ન ભણવા દેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com