________________
૧૩૮
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર કઈ પણ વધે લેવામાં આવતો નથી. ભગવાન જે જીવના ઉપર અનુગ્રહ કરવા માગે છે તેનો અંગીકાર આ માર્ગમાં કરે છે. માટે જ મ્લેચ્છ અને અન્ય જેવી જ્ઞાતિના વિષ્ણુ આ માર્ગમાં પરમ ભગવદીય ગણાયા છે. વાર્તાઓ ઉપરથી જણાશે કે આ ભગવદીમાં ૩ મલેચ્છ, ૪ અન્ય જ, ૧ પારધી (વાઘરી), ૧ હજામ, ૧ ધોબી, ૧ની , ૧ માળી, ૧ છીપા, ૧૬ ક્ષત્રિય, પ રજપૂત ગરાસિયા, ૧ લુહાણા, ૮ કાયસ્થ, અને બાકીના બ્રાહ્મણ, વણિક તથા પાટીદાર કેમના હતા. તેમાં પાટીદાર કેમના વેણ વધારે છે. વળી ૨ વેશ્યાઓ, ૨ ચોર તથા ઠગ, જેઓ પાપથી ભરેલાં જ હોય છે અને જેમના દોષનું નિવારણ શાસ્ત્રો ભાગ્યે જ કરી શકે છે, તે પણ શ્રીવિઠ્ઠલનાથજીનાં પરમ ભગવદીયો થઈ ગયાં છે. વળી શાસ્ત્રો કહે છે કે સ્ત્રીઓને ધર્મમાં અધિકાર નથી. પણ અહીંયાં તે તેમના ઉપર પણ કૃપા કરેલી છે. લગભગ વીસ કરતાં વધારે સ્ત્રીઓએ પરમ વૈષ્ણવનું પદ પ્રાપ્ત કર્યું છે. આમ છતાં શ્રીમંત અને રાજારાણુઓ પણ આ માર્ગનું રહસ્ય જાણવાને શ્રીગુસાંઈજીની કૃપાથી અધિકારી થયા હતા. લગભગ ૧૭ રાજાઓ આ વાર્તાઓમાં આવે છે, તેમાં રાજા જેધર્સિંહ, માનસિંહ, ભીમસિંહ તથા આશકરણ છે. બીરબલ અને ટોડરમલ જેવા સત્તાધિકારીઓ તથા કેટલાંક રાજ્યના દીવાને પણ આ ભક્તિમાર્ગનું સુખ પ્રાપ્ત કરી શક્યા છે. . . .
“હિંદુ મુસલમાન સર્વેને માટે શ્રીગુસાંઈજીનો પ્રેમ હતું. તેમને મન તો સર્વ ભક્તિમાર્ગનું સુખ પ્રાપ્ત કરવાને અધિકારી હતા. આથી જે કોઈ જીવ શુદ્ધ ભાવથી એમને શરણે આવતા તેમને પોતે આ માર્ગનું સુખ આપતા. પ્લેચ્છ વિષેને એમનો ભાવ નીચેના પત્રની પંક્તિ ઉપરથી જણાઈ આવે છે. અન્ય યવન મળવરૂદ્વાર आगच्छन्ति तदा यथापूर्वकं भाषणमिलनप्रसादादिक कार्यम् । यद्यपि ફો ન મવતિ તથા વuિતે વાર્યા (વળી જે યવન વગેરે ભગવાનના દ્વારમાં આવે તે યોગ્ય રીતે ભાષણ તથા મેળાપ કરવાં, ને પ્રસાદ વગેરે આપવું. જે હૃદય ન મળે તે બહારથી પણ કરવું.) શ્રીગુસાંઈજીના સમયમાં યુવાનો ત્રાસ અત્યંત હતો. છતાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com