________________
. વલભાચાય
૧૩૭ સમર્પણને માર્ગ તે ત્યાગ અને સંયમનો માર્ગ છે. આચાર્યશ્રીએ કહ્યું છે: “જેમના દેહ પર વિષયોએ હુમલો કર્યો હોય તેમનામાં હરિનો સંચાર બિલકુલ થવા પામતો નથી.”૧૨ વળી ભાગવતમાં ગોપીઓ ભગવાનને કહે છે કે “અમે તે વિષયમાત્રનો ત્યાગ કરીને તમારે ચરણે આવી છીએ.’૧૭ તેની ટીકામાં આચાર્યશ્રી કહે છે:
અમે અગિયારે ઈન્દ્રિયોના વિષયોનો વાસના સહિત ત્યાગ કર્યો - છે. તે વિના અમે તમારા ચરણ સુધી પચી જ ન શકત.”૧૮
વળી આચાર્યશ્રી કહે છેઃ “આ ભાગવતધર્મમાં એવું નથી કે અગાઉનો, નીચી ગણાતી નિનો, દેહ હોય, તો તેને નાશ થઈને બીજો જન્મ મળ્યા પછી જ પ્રભુકૃપા પ્રાપ્ત થાય. અહીં તો ગમે તે જાત હોય તે ચાલે, કેમ કે ભક્તિમાર્ગને અનુસરવાનો અધિકાર સહુને છે.૧૯ વળી એક મિત્ર ખબર આપે છે કે વલ્લભસંપ્રદાયના પાકા મરજાદીઓ જમવામાં માંહે માંહે નાતજાતને ભેદ પાળતા નથી.
આચાર્યના શિષ્યમાં તેમ જ ત્યાર પછીને વૈષ્ણવામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક, સ્ત્રી, હરિજન, મુસલમાન વગેરે સહુ થઈ ગયાં છે.
આચાર્યશ્રીના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજી, જેમના સમયમાં સંપ્રદાયને વિસ્તાર ઘણે થયો, તેમના ૨૫ વૈષ્ણવોની વાર્તાઓ સંપ્રદાયમાં ઘણી લોકપ્રિય થયેલી છે.
“આ વાર્તાઓ ઉપરથી જણાશે કે તેમના વૈષ્ણવ ભક્તો અમુક જ પ્રદેશના અને અમુક જ વર્ણના હતા એવું નથી, પણ ભારતવર્ષના દરેક વિભાગમાંથી અને સર્વ વર્ણોમાંથી છે. આ ભક્તિમાર્ગની વ્યાપકતા સૂચવે છે. અન્ય માર્ગની માફક આમાં સ્ત્રી, શુદ્ધ અગર મ્લેચ્છ વર્ણોને બાધિત કરી નથી. આ માર્ગ સર્વને માટે છે, ખાસ કરીને નિઃસાધન જીવોને માટે પ્રકટ કરવામાં આવ્યો છે, તે કોઈ પણ સાધનથી જીવ આ માર્ગનું સુખ મેળવી શકતો નથી. જેટલાએને ભગવાનને માટે આતિ હેય તે સર્વે આ માર્ગમાં પ્રવેશ કરવાને અધિકારી થાય છે. પછી ગમે તે વર્ણને તે હોય, તેને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com