________________
૧૩૬
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર - શબ્દને અર્થ આ ટીકાકાર કરે છે “શ૬, કિરાત વગેરે જાતિમાં જન્મ'.૧૩
ટીકાકાર હરિરાય કહે છે કે “દેહની તથા જીવની સાથે જન્મેલા શત્વ, સંસારિત્વ આદિ દોષ તે સહજ છે. બ્લેચ્છ, શુદ્ધ આદિની બહુ જ નજીક રહેવું, સૂવું, બેસવું, જમવું, તે સંગજન્ય દેષ. ચાંડાલ, પતિત વગેરેના સ્પર્શથી પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ એમ કેટલાક માને છે, માટે તે સ્પર્શજન્ય દે. બ્રહ્મસંબંધ લેનારને આ બધા દેવો બિલકુલ લાગતા જ નથી. વળી બ્રહ્મસંબંધ લેવાનો
અધિકાર યોગ્ય તથા અયોગ્યને – અર્થાત સ્ત્રી, શક, નામધારી કિજ, બ્રાહ્મણ વગેરે સર્વને – છે. જેમ ઉત્તમ અધિકારીને છે તેમ જ્ઞાનદૃષ્ટિએ હીન અને મધ્યમ ગણાતાંને પણ છે, કેમ કે ભગવાન તે સૌની સાથે સમાન ભાવ રાખે છે. એ સર્વ મનુ પુત્તમનાં જ રૂપ હોવાથી ભગવાન તેમના પર કૃપા કરશે જ, એ વિષે ચિંતા કરવાની જરૂર નથી.” ૧૪
વિલેશ્વરની ટીકામાં શ્રીગિરિધારી કહે છે કે “જે જીવ ભગવાનનું ભજન કરવા તૈયાર થાય તે તરત જ શુદ્ધ થાય છે. એવા શુદ્ધ છે મારી સાથે સંબંધ – અર્થાત બ્રહ્મસંબંધ – કરો. ભગવભાજન કરવાને અધિકાર છવમાત્રને છે.”૧૫
સારાંશ, અમુક જાતિમાં જન્મ, અમુક પ્રદેશોમાં પ્રવાસ, અસ્પૃશ્યતા વગેરે બાહ્ય દે બીજા સંપ્રદાય માનતા હોય તો ભલે માને, પણ પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસંબંધ લેનારને તો એ દે લાગતા જ, નથી. અર્થાત અસ્પૃશ્યતા નામે ઓળખાતી વસ્તુને આ માર્ગમાં સ્થાન નથી, એમ બતાવનારાં આથી વધારે સ્પષ્ટ વચને શાં હેઈ શકે ? અને જ્યાં અસ્પૃશ્યતા નથી, ત્યાં અમુક વર્ગને માટે મન્દિર પ્રવેશને નિષેધ પણ કેમ હોઈ શકે? - આનો અર્થ કેાઈ એ તે ન જ કરે કે બ્રહ્મસંબંધ લેનારને કશો દોષ નથી લાગતો એટલા માટે તેને ગમે તેમ વર્તવાની છૂટ છે. વાચક જોશે કે અહીં જે દેની વાત છે તે દોષ બાહ્ય આચારને લગતા છે. એ વચનો સ્વછંદને ઉત્તેજન આપવા લખાયાં નથી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com