________________
૧૨૪
મંદિર પ્રવેશ અને શા નખ્ખાળવાર શક હતા; પણ એ જાતિમાં જન્મ થયાને એમને કદી અફસેસ થયો હોય એવું એમણે જરા પણ દેખાવા દીધું નથી. ૩
તિરુપાણ આળવાર પાણાર નામની હરિજન જાતિ (અન્તિમ )માં જન્મેલા હતા. શ્રીરંગમ ગામ કાવેરી નદીના બેટ ઉપર છે. ત્યાં હરિજનને પગ ન મૂકવા દે, એટલે બાળક તિરુપણ કાંઠે ઊભા રહી હરિનાં સ્તોત્રો ગાય. મન્દિરને સારંગ નામને પૂજારી પાણી ભરવા આવ્યું. તેણે કહ્યું: “ખસ.” પણ બાળક ખસે નહીં. બીજા બ્રાહ્મણોએ એના પર પથરા ફેંક્યા. પણ બાળક પ્રભુનાં ગાન ગાવામાં મસ્ત હતો. તે તે સ્તોત્રો પૂરાં ગાઈને જ ઘેર ગયો. સારંગને એક રાતે સ્વપ્ન આવ્યું કે “તિરુપાણ મારે ભક્ત છે. તેને હલકે ન ગણીશ.” બીજે દિવસે તિરુપાણ ગાતો હતો ત્યાં જઈ સારંગ એને પગે લાગ્યું. પછી એને પિતાને ખભે બેસાડીને શ્રીરંગમના મન્દિરમાં લઈ ગયો; તેની આગળ બ્રાહ્મણ વેદમંત્રો ગાતા હતા, ને પાછળ વૈષ્ણવો પ્રબંધેનું ગાન કરતા હતા.*
આળવંદાર એક બીજા આળવાર હતા. એમના કાળમાં એ સૌથી સમર્થ પંડિત અને પ્રખર વેદાન્તી હતા. જેટલા વિદ્વાન તેટલા જ જ્ઞાની ને સદાચારી હતા. તેમના શિષ્યમાં એક મારજોર હરિજનની, અસ્પૃશ્ય ગણાતી, પલ્લા જાતિને હતો. આળવંદાર શિષ્યછંદને લઈ તીર્થક્ષેત્રમાં ફરતા. એક ગામડામાં તેમને ખબર પડી કે આ માણસ પલ્લા જતિને છે પણ શ્રીવિષ્ણુને પરમ ભક્ત છે. આળવંદારે કહ્યું: “એ હીન જાતિમાં જન્મેલો છતાં પુણ્યાત્મા છે, ને તેણે શ્રીહરિનો સાક્ષાત્કાર કર્યો છે.” શિષ્યો સહિત આચાર્ય તેની પાસે ગયા ને તેની જોડે ઘણી વાતો કરી. બધા બોલી ઊઠયાઃ “એ મારનના જેવો છે!” તેથી તેનું નામ મારનેર (મારનના જેવો) પડયું. મારન એ નખ્ખાળવારનું બીજું નામ હતું. આળવંદારે તેને બોલાવ્યો, ને પોતાના શિષ્યવૃંદમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું પેલાએ કહ્યું : “અરેરે ! મારા જેવો ચંડાળ આપ સંતપુરુષોમાં કેમ ભળી શકે ? ” આળવંદાર બેલ્યા : “જે જ્ઞાની છે, જે ભગવદ્ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com