________________
રામાનુજાચા
૧૨૫
છે તેમનામાં જાતિ ને જન્મના ભેદ હોય જ નહીં.' તે દિવસથી આચાય ને શિષ્ય બન્યા તે તેમની જોડે ફરવા
મારર્
લાગ્યા.
.
મારન્તેરને શ્રીરંગમ મન્દિરના મંડપમાં પૂજારીએ પેસવા ન દે, એટલે તે મંડપ બહાર બેસે ને ગુરુના ઉપદેશ સાંભળે, ઘણી વાર ગુરુ એની જોડે બહાર બેસીને ઉપદેશ કરતા. આ મંડપ નાને પડતા એટલે એક ભાવિક ભાઈએ નવે વિશાળ મંડપ બંધાવી આપ્યા. મારન્ગેરે ખીજા શિષ્યાને કહ્યું : ‘ કાલે મંડપનું વાસ્તુ થશે, એટલે મારાથી એમાં કદી પ્રવેશ નહીં થાય. તેથી હું આજે અંદર જઈ તે જોઈ આવું. આ ઘડી ચૂકે તે એ લહાવા મને ફરી કદી નહીં મળે. શિષ્યાએ વાત માની તેને મંડપમાં ફેરબ્યા એથી એના આનન્દને પાર રહ્યો નહી. આળવદાર પાછા આવ્યા ત્યારે શિષ્યાએ તેમને બધી વાત કરી. આળવદાર આખી વાત શાન્તિથી સાંભળી રહ્યા ને છેવટે મેલ્યા - ભાઈ એ, આ પુણ્યાત્માના સ્પર્શથી મંડપ પાવન થયા છે. હવે આપણે વાસ્તુક્રિયાની રાહ જોવાની જરૂર નથી. આ ઘડી કરતાં કાલને દિવસ કંઈ વધારે શુભ નથી, કેમ કે અત્યારે આપણા મારન્ગેરે મંડપને અંતર્ભાગ પેાતાના પ્રવેશથી શુદ્ધ કર્યો છે. તેથી આપણે આજથી જ નવા મંડપમાં ઉપાસના અને અધ્યયન શરૂ કરીએ.' આમ વાસ્તુક્રિયા કર્યાં વિના જ સૌએ મંડપનો ઉપયેાગ શરૂ કર્યાં. પેલા હરિજન શિષ્યના પ્રવેશથી જ આળવદારે મંડપને શુદ્ધ થયેલા ગણી લીધા. આળવદારનું બીજું નામ યામુનાચાર્યં હતું.
ગુરુને મરણકાળે એક ગૂમડુ` ભારે વેદના આપતું હતું. મારન્ગેરે તે ગુરુપ્રસાદરૂપે પેાતે લઈ લીધું, તે ગુરુ શાન્તિથી સ્વર્ગવાસ પામ્યા. મારન્થેરની પીડા વધી પડી. પેરીઆનખી નામના એક ગુરુભાઈ એ એની ઘણી જ સેવા કરી. મરણ પછી તેમણે સુખડનાં લાકડાં ભેગાં કર્યાં, અને ચિતા ખડકીને સગા ભાઈની પેઠે મારન્તેરના શઅને અગ્નિદાહ દીધા. બ્રાહ્મણે ચંડાળને અગ્નિદાહ દીધા ! બ્રાહ્મણાએ પેરીઆન બને અહિષ્કાર કર્યાં. રામાનુજનું પણ માન્યું નહીં. થાડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com