________________
રામાનુજાચાર્ય
૧૨૭ કવિતા ભરેલી છે. આળવારોની હિલચાલનું એક સુખદ અંગ એ છે કે તેમાં નાતજાતના, ઊંચનીચના ને સ્ત્રીપુરુષના ભેદ તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. આળવારમાં એક રાજા, એક ભિખારી, એક સ્ત્રી, ને એક હરિજન હતાં. તેમાં જેમ બ્રાહ્મણો તેમ બ્રાહ્મણેતરો પણ હતા. વસ્તુતઃ એમના ઉપદેશનું સૌથી વિશેષ લાક્ષણિક અંગ જ એ છે કે નાતજાતના, ઊંચનીચના કે સંસ્કારના ભેદ વિના સહુ કે ઈશ્વરને પ્રાપ્ત કરવા ધારે તો કરી શકે છે.'
“ભાગવત સંપ્રદાયનો વિકાસ તામિલ ભૂમિમાં મુખ્યત્વે આળવારે દ્વારા થયે. તેમની સંખ્યા બારની મનાય છે. તેઓ મુખ્યત્વે પલ્લવ સમયના છે; અને તેમને કાળ સાતમી સદીથી માંડીને આઠમી સદીની સમાપ્તિ અને નવમી સદીના આરંભનાં વર્ષો સુધીને ગણુ જોઈએ. તેઓ તામિલનાડના સર્વ ભાગમાં થઈ ગયેલા; ને તેમાંના એક તો મલબારના રાજા હતા. તેમનામાં એક સ્ત્રી પણ હતી. તે સૌથી લોકપ્રિય આળવારોમાંની એક હતી. તે ગોદા અથવા આડાળ એ નામે પ્રસિદ્ધ છે. દિનેવેલી જિલ્લાના શ્રીવલ્લીપુર ગામમાં, જ્યાં તેને જન્મ થયેલો, ત્યાં તેનું એક મોટું મન્દિર પાછળથી બાંધવામાં આવેલું. આળવારમાં પ્રસિદ્ધ તિરુપાણ આળવાર થઈ ગયા તે અન્ય જ ગણાતા વર્ગના એક સંતપુરુષ હતા. બીજાઓમાંથી નખ્ખાળવાર, જેઓ પરાંકુશાર અને શઠકાપાર એ નામથી પણ ઓળખાય છે કે જેઓ એ સંપ્રદાયમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે, તેઓ વેલ્લાળ (શદ્ર) જાતિના હતા. તેમની પછી બીજા શ્રેષ્ઠ ગણાતા તિરુમંગાઈ આળવાર, જેઓ કલ્યાણ એ નામે પણ ઓળખાતા, તે કળા (૨) જાતિના હતા. તિરુમળિશાઈ નામના બીજા એક આળવારનાં માતપિતાને પત્તો નહતો. જે આળવારે બ્રાહ્મણ વર્ણના હતા તેમાંના કંઈ નહીં તો એક તે પ્રાયશ્ચિત્ત કરતા પાતકી હતા. આ પરથી જણાશે કે આળવારોની પ્રણાલિકાએ વર્ણ અને લિંગના, જ્ઞાની ને અજ્ઞાનીના, ભેદ કેરે મૂક્યા હતા. કેવળ ભગવદ્ભક્તિ એ જ મેક્ષનું સાધન છે એમ તેણે ભાર દઈને કહેલું. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com