________________
૧૪.
રામાનુજાચાર્ય આ જ અરસામાં દક્ષિણ ભારતમાં – કાવેરીતટે ને તેની આસપાસના પ્રદેશમાં કેટલાક વૈષ્ણવ સંતો થઈ ગયા, તે આળવાર એ નામે ઓળખાય છે. “એમાંના સૌથી પહેલા પુરુષ ઈસવી સનના પાંચમા સકામાં થયા હશે એમ કહી શકાય. આળવાર શબ્દને અર્થ છે ઈશ્વરને પ્રેમમાં લીન થઈ ગયેલું. આળવારોની સંખ્યા બારની છે. તેઓ જુદા જુદા વર્ગોમાંથી લેવાયેલા . . . નખ્ખાળવાર નામના આચાર્યો નાથમુનિને આ ધર્મની દીક્ષા આપી તેમાં પ્રવેશ કરાવે. એમની ગાદીએ છઠ્ઠા આચાર્ય તે રામાનુજ થયા.”
“એ વૈષ્ણવ ભક્તો ને સંતો આળવાર એ નામે ઓળખાય છે. તેઓ ભગવદ્ગીતા ને રામાનુજ બેની વચ્ચે સ્થાન લે છે, એમ જે કહેવાયું છે તે ખરું છે, કેમ કે વૈષ્ણવ ભક્તિને ઝર ગીતામાં ઊગમ પામે છે, આળવારનાં પદમાં થઈને વહે છે, રામાનુજના તત્ત્વદર્શનનાં પાણભેગાં કરે છે,ને ત્યાર બાદ અનેક પ્રવાહ રૂપે આખા ભારતવર્ષમાં ફેલાઈ જાય છે. આળવાર ઈસવી સનની સાતમી ને આઠમી સદીમાં થઈ ગયા. તેઓ ભમતા ગાયકે હતા, ને તેઓ ઈશ્વરને પ્રેમથી ઘેલા થયેલા છે એમ લોકોમાં મનાતું. એમાં મોટામાં મોટા તે નમ્માળવાર અને તિરુમંગાઈ આળવાર છે. વસ્તુતઃ નખ્ખાળવારને થયેલા સાક્ષાત્કાર પરથી જ પાછળના આચાર્યોને પરંપરાગત વેદાન્તની સાથે ભક્તિની એકવાક્યતા સાધવાને રસ્તે સૂઝે છે. તામિલ ભાષામાં નખ્ખાળવારના જે ચાર ગ્રન્થ છે તેને દક્ષિણ ભારતના વૈષ્ણવો ચાર વેદ સમાન ગણે છે. આળવારના સ્તોત્રસંગ્રહને નાળાયિર્ પ્રબન્ધમ કહે છે; ને એમાં જગતની કેટલીક સૌથી હદયદ્રાવક ભક્તિરસની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com