________________
આ તે ધમ?
૧૧૩ સબડકાના અવાજથી માણસ પતિત બને છે. તે જ પ્રમાણે હાથે વલોવેલું દહીં, સમુદ્રનું મીઠું, ને કેફી પીણું વગેરે દારૂ જેવાં સમજવાં.
અત્રિ કહે છે. સ્ત્રીની હત્યા કરનાર માણસ ત્રણ મહિના નક્તભોજન કરે, ને ભોંય પર સૂએ, તો શુદ્ધ થઈ જાય! શઠ બ્રાહ્મણની હત્યા કરીને શુદ્રની હત્યા જેટલું વ્રત કરવું! આમ માણસેની હત્યા કરીને વ્રતો કરી શુદ્ધ થવાની વાત કયો સમાજ કબૂલ કરે? વળી અત્રિ કહે છે : જેને વેદ ન આવડતા હોય તે શાસ્ત્ર ભણે. શાસ્ત્ર ન આવડતાં હોય તે પુરાણને પાઠ કરે, પુરાણ ન વાંચી શકે તે ખેતી કરે, ને ખેતીમાંથી નાસી છૂટવું હોય તે ભાગવતધર્મ (એટલે કે વૈષણવ અથવા “ભગત) થાય.૧૩ વસિસ્મૃતિને અને જે વાક્યો છે તે તે લખી કે છાપી શકાય એવાં નથી. સ્મૃતિઓનાં પ્રાયશ્ચિત્ત પ્રકરણે લે. એમાં એવાં એવાં પાંપના નિર્દેશ આવે છે કે આજના સમાજમાં તે એવાં પાપ થતાં નથી. જે સમાજમાં એવાં પાપ થતાં હોય તે સમાજ કેવો પડેલે હેવો જોઈએ!
આપણે ધર્મ શું ઉપલાં વચનામાં લખ્યો છે એવો જ છે? ના, ખસૂસ નહીં. વેદ, ઉપનિષદો, ગીતા, ભાગવત એ આપણું શાસ્ત્રગ્રંથ નથી? એમાં ધર્મનું જે રહસ્ય બતાવ્યું છે તે વાંચી, વિચારી, અમલમાં મૂકવા જેવું છે. એ અમર ગ્રંથમાં વર્ણવાયેલો આપણો ધર્મ કે ભવ્ય, કેવો ઉદાત્ત, કેવો વિશાળ છે ! .
સ્મૃતિઓમાં પણ અતિશય ઉદાત્ત વચનોની જોડાજોડ, ઉપર જણાવ્યાં એવાં વચને મળે છે. એ પરથી એમ લાગે છે કે એમાં પાછળથી ઘણું વચનો ઘુસાડેલાં હોવાં જોઈએ. મનુસ્મૃતિ તો બે વાર લખાયેલી છે જ. એવો મત મહામહોપાધ્યાય કાણેએ દર્શાવ્યો છે.૧૪ એટલે આપણે માટે સારો રસ્તો એ છે કે સ્મૃતિઓ ને પુરાણોનાં જે વચનો વેદ, ઉપનિષદ, ગીતા ને ભાગવત જોડે મેળ ખાતાં હોય તેને માનવાં, ને બીજાને પડતાં મૂકવાં. એવી રીતે આપણે આચરણમાં વસ્તુતાએ કરતા આવ્યા જ છીએ. સ્મૃતિપુરાણનાં વચનો ને આપણે આજનો આચાર બેની જ સરખામણી કરી જુઓને ! મં–૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com