________________
૧૧૪
મંદિર પ્રવેશ અને શા સ્મૃતિઓ ને પુરાણોમાં લખેલે આચાર પૂરેપૂરે પાળનાર આજે કેઈ પણ માણસ હશે? વળી જુદાં જુદાં શાસ્ત્રો જુદી જુદી, અથવા બુદ્ધિ કબૂલ ન કરી શકે એવી, વાતે બતાવે ત્યારે માણસે શું કરવું? આપણું જ્ઞાની પુરુષોએ એને રસ્તો બતાવ્યો છે. તેમણે કહ્યું છે: “કૃતિ કંઈક વાત કહે છે. સ્મૃતિઓ વળી જુદી જ વાતો કહે છે. એ કઈ ઋષિ નથી જેને મત નિરાળો નથી. એ કોઈ
ઋષિ નથી જેનો મત પ્રમાણભૂત હેય. ત્યારે માણસે શું કરવું? પિતાના હૃદયને પૂછવું. અંદર હદયને જે સ્વામી બેઠેલે છે તે રસ્તા બતાવશે. જે કામ કરવાની એ ના પાડે તે ન કરવું.'૧૫ મનુએ પણ કહ્યું છે કે “વેદ, સ્મૃતિ, તે બંને જાણનાર વિદ્વાનેનું શીલ,ને સાધુઓનું આચરણ, એ બધા ઉપરાંત આપણા આત્માને સતિષ એ પણ ધર્મની એક કસોટી છે. એટલે ગમે તે ગ્રંથમાં કહેલું હોય તે પ્રમાણે કરતા પહેલાં આપણું અંતરાત્માને પૂછી જેવાને અધિકાર આપણને છે. આવો અધિકાર કેઈથી છીનવી શકાય નહીં.
વળી પાછલાં પ્રકરણમાં કહ્યું છે તેમ ધર્મના આચાર વખતેવખત બદલાતા રહ્યા છે. જીવન પાણી જેવું છે. તે હંમેશાં વહેતું જ રહેવાનું. “જીવન” શબ્દને એક અર્થ જ પાણી છે. એવા જીવનને – પાર્થને- બંધિયાર કરી રાખો, તો એમાં સડે થાય ને દુર્ગંધ જ છૂટે. “હિન્દુ ધર્મ એ નદી છે, સરેવર નથી; વિકસતું વૃક્ષ છે, પરિપકવ ફળ નથી; વર્ધમાન પરંપરા છે, સ્થગિત મતસંચય નથી.”૧૭ એક કાળ એ હતું જ્યારે સિંધુ, સૌવીર, સૌરાષ્ટ્ર, સરહદના દેશ, અંગ, વંગ, અને કલિંગ એટલા દેશમાં જનાર માણસે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવું પડે, એમ મનાતું ૧૮ આજે એમ મનાય છે ખરું? એટલે આજે પણ અમુક રૂઢિ બદલવી એમાં પાપ છે એમ માની લેવાની જરૂર નથી. બાહ્ય ધર્મના આચારોમાં વખત પ્રમાણે પરિવર્તન થાય, તે જ ધર્મ જીવતોજાગત રહે. વળી મંદિર પ્રવેશની બાબતમાં તે, આપણે પાછળ જોયું તેમ, જે વાત શાસ્ત્રોમાં લખેલી છે પણ રૂઢિને લીધે ઢંકાઈ ગઈ છે તે જ કરવાની છે. એમાં શાસ્ત્રવચનનો ભંગ કરવાનું નથી, પણ આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com